
લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલ પોતાના ૩૪૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનની વેલીડીટી ૧૦ દિવસ વધારી ૬૪ દિવસ સુધીની કરી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બીએસએનએલે પોતાના આ રિવાઇઝ પ્લાનના હેઠળ યુઝર્સને પ્રતિદિવસ ૩.૨ ડેટા આપશે. ડેલી લીમીટ ૩.૨ જીબી ડેટા સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ૪૦ Kbps ની થઈ જશે. તેની સાથે જ યુઝર્સને દરરોજ ૧૦૦ એસએમએસ પણ મળશે. આવી રીતે બીએસએનએલના ગ્રાહકોને ૩૪૯ રૂપિયામાં ૨૦૪.૮ જીબી ઈન્ટરનેટ ડેટા મળશે. તેમ છતાં દિલ્હી અને મુંબઈના બીએસએનએલ યુઝર્સને આ પ્લાનનો લાભ મળશે નહીં.
કંપનીએ પોતાના આ પ્લાનને વર્ષ ૨૦૧૬ માં લોન્ચ કર્યો હતો, ત્યારે બીએસએનએલે પોતાના આ પ્લાનમાં ૭૦ દિવસની વેલીડીટી આપતી હતી, જે કંપનીએ બાદમાં ઘટાડી ૫૪ દિવસ કરી દીધી હતી. ટેલીકોમ માર્કેટમાં મળેલી રહેલી ટક્કર બાદ બીએસએનએલે પોતાના આ પ્લાનને રિવાઈઝ કરતા એક વખત ફરીથી પોતાના આ પ્લાનની વેલીડીટી એક વખત ફરીથી ૭૦ દિવસની નજીક કરી દીધી છે.
બીએસએનએલના આ પ્લાનની ટક્કર જિયોના ૩૪૯ રૂપિયા વાળા પ્લાનથી થશે જેમાં ૧૦૫ જીબી ડેટા મળે છે અને ૭૦ દિવસની વેલીડીટી મળે છે. આ પ્લાનમાં દરરોજ ૧૦૦ મેસેજ મળે છે અને અનલીમીટેડ કોલિંગ પણ મળે છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનને યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.
ઉલ્લેખનીય છે કે, બીએસએનએલે ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને વધારી ૩૦ એપ્રિલ સુધી કરી નાખી છે. આ અગાઉ આ ઓફરની સમયસીમા ૩૧ જાન્યુઆરી હતી. જયારે પહેલા બીએસએનએલ ૨.૨ જીબી ફ્રી ડેલી ડેટા ઓફરને ૧૧ પ્રીપેડ પ્લાન માટે પ્રસ્તુત કર્યો હતો. જયારે હવે કંપનીએ આ ઓફરમાં ૧૬૯૯ રૂપિયા અને ૨૦૯૯ રૂપિયા વાળા પ્લાનને પણ સામેલ કરી લીધો છે.