જિયોએ લોન્ચ કરી જિયો ગ્રુપ ટોક એપ, જાણો તેમાં શું છે ખાસ...

February 22, 2019
 843
જિયોએ લોન્ચ કરી જિયો ગ્રુપ ટોક એપ, જાણો તેમાં શું છે ખાસ...

પોતાના સસ્તા પ્લાન્સના કારણે ટેલીકોમ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરનારી કંપની રિલાયન્સ જિયોએ JioGroupTalk નામની એક નવી એપને લોન્ચ કરી છે. આ એપ દ્વ્રારા જિયો યુઝર્સ ગ્રુપ કોન્ફરન્સ કોલ કરી શકે છે અને એપ પહેલાથી જ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે. જયારે યુઝર્સ તેને ડાઉનલોડ કરી તેમાં જિયો નંબરથી લોગ-ઇન કરી તેનો ઉપયોગ કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ JioGroupTalk એપ થોડા દિવસો સુધી ટ્રાયલ પર રહેશે. કંપની રિલાયન્સ જિયો યુઝર્સને નોન-જિયો યુઝર્સથી કનેક્ટ કરવાનો ઓપ્શન પણ આપી રહી છે.

JioGroupTalk એપ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપ દ્વ્રારા કોન્ફરન્સ કોલ કરતા સમયે યુઝર્સની પાસે ગ્રુપ કોલને મેનેજ કરવાનું ઓપ્શન પણ આવે છે. તેમાં યુઝર્સ કોલિંગના સમયે નવા યુઝર્સને જોડી શકે છે, પોતાના મન-મુજબ કોઈ પણ યુઝર્સને મ્યુટ કરી શકે છે અને તેને ફરીથી કનેક્ટ કરી શકે છે. JioGroupTalk એપના ફિચર્સની વાત કરીએ તો આ એપ દ્વ્રારા તમે VoLTE ની મદદથી કોલિંગ કરી શકશો. એટલે તમને આ એપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરૂરત પડશે પરંતુ ડેટા સમાપ્ત થશે નહીં અને આ એપમાં તમે એક સાથે મહત્તમ ૧૦ લોકોની સાથે ગ્રુપમાં વાત કરી શકો છો.

જિયોએ આ એપમાં એચડી વિડીયો કોલિંગને પણ સપોર્ટ આપવાની છે, પરંતુ હજુ આ સુવિધા નથી. આ એપ દ્વ્રારા તમે માત્ર ગ્રુપ કોલ જ કરી શકશો. તેની ખાસિયત એ છે કે, તમે સામાન્ય ગ્રુપ કોલિંગ માટે તમે કોન્ફરન્સનો ઉપયોગ કરશો. તમને જણાવી દઈએ કે, જિયો પોતાના ગ્રાહકોને ખુબ જ સસ્તા ટેરિફમાં અનલીમીટેડ કોલિંગ, એસએમએસ અને ડેટા બેનીફીટ આપી રહી છે. કંપની પોતાના ગ્રાહકોને ફ્રીમાં જિયો સિનેમા અને જિયો ટીવીની સબસ્કિપ્શન પણ આપે છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવી અપેન યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: