સેમસંગ અને જિયો એક્સક્લુઝિવ ગેલેક્ઝી M ઓફર સાથે ડિજિટલ લાઇફ એક્સેસિબિલિટીને નવતર પરિભાષા આપશે

February 23, 2019
 1159
સેમસંગ અને જિયો એક્સક્લુઝિવ ગેલેક્ઝી M ઓફર સાથે ડિજિટલ લાઇફ એક્સેસિબિલિટીને નવતર પરિભાષા આપશે

- ગેલેક્ઝી M સિરીઝ સ્માર્ટફોન્સ જિયોના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે

- 22મી ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે બારથી એક વાગ્યા સુધી જિયોના યુઝર્સ માટે એક્સક્લુઝિવ સેલ

- જિયો ડબલ ડેટા ઓફર જિયોના વપરાશકર્તાઓને ગેલેક્ઝી M સિરીઝ પર રૂ. 3,110 સુધીની બચત કરવાની તક પૂરી પાડે છે

વધુ એક નવતર પહેલના ભાગરૂપે જિયોએ નવા લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્ઝી M20 અને ગેલેક્ઝી M10 સ્માર્ટફોનની જિયોના વપરાશકર્તાઓ માટે એક્સક્લુઝિવસેલની જાહેરાત કરીને તેના યુઝર્સ માટે અનોખી ડિજિટલ લાઇફ ઓફર રજૂ કરી છે. સાથે જ જિયોએ જિયોના સબસ્ક્રાઇબર્સ માટે એમ સિરીઝ ડિવાઇસ પરસ્પેશ્યલ ડબલ ડેટા ઓફરની પણ જાહેરાત કરી છે.

આ એક્સક્લુઝિવ સેલ જિયોના વપરાશકર્તાઓને Samsung.com પરની વિન્ડો થકી લેટેસ્ટ એમ સિરીઝ ડિવાઇસ મેળવવા માટેની તક પૂરી પાડે છે. ગ્રાહકો ફક્તJio.com અને MyJio થકી જ આ સેલનો લાભ લઈ શકે છે. ગેલેક્ઝી એમ સિરીઝ પર જિયો ડબલ-ડેટાના લાભથી બચત તો થાય છે, સાથે-સાથે અનલિમિટેડવીડીયો, મ્યુઝિક, ક્રિકેટ અને બીજી ઘણી બધી સેવાઓનો આનંદ માણવાની સ્વતંત્રતા પૂરી પાડે છે. જિયો-ગેલેક્ઝી એમ સિરીઝ ડિજિટલ લાઇફ ઓફર, બેજોડડિજિટલ લાઇફનો અનુભવ મેળવવા તરફ નજર દોડાવતા ટેક-સાવી યુવાનોની ઇચ્છાને અનુરૂપ છે.

એક્સક્લુઝિવ સેલ

1. જિયો વપરાશકર્તાઓ જિયો સબસ્ક્રાઇબર્ઝ માટેના 22મી ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી યોજાનારાએક્સક્લુઝિવ સેલ થકી ગેલેક્ઝી એમ10 અને એમ20 સ્માર્ટફોન્સ ખરીદી શકે છે.

2. સેલના દિવસે, જિયો સબસ્ક્રાઇબર્સે Jio.com અને MyJio એપ પર સેલ બેનર પર ક્લિક કરવાનું રહેશે. તેમના જિયો નંબરની ખરાઈથયા બાદ તેઓ આ સેલમાં ભાગ લેવા માટે આગળ વધી શકે છે.

3. નવા લોન્ચ થયેલા ગેલેક્ઝી M20 અને M10 સેલ દરમિયાન ઉપલબ્ધ હશે. ગેલેક્ઝી M20ના 4GB+64GB વેરિઅન્ટની કિંમત રૂ. 12,990 રહેશે, જ્યારે 3GB+32GB વેરિઅન્ટની કિંમત રૂ. 10,990 રહેશે. ગેલેક્ઝી M10ના 3GB+32GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 8,990, જ્યારે2GB+16GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 7,990 રહેશે.

ડબલ ડેટા ઓફર

1. ડબલ ડેટા ઓફર રૂ. 3,110 સુધીની બચતની તક પૂરી પાડે છે.

2. જે કોઈ પણ વ્યક્તિ પાંચમી ફેબ્રુઆરી, 2019ના રોજ કે તે પછી સેમસંગ ગેલેક્ઝી M20 કે M10ની ખરીદી કરશે અને તે જિયોનીસેવાઓની એક્ટિવ પ્રિપેઇડ સબસ્ક્રાઇબર હશે, તે આ ઓફર માટે યોગ્ય ગણાશે.

3. ઓફરનો લાભ લેવા માટે, ગેલેક્ઝી M સિરીઝના વપરાશકર્તાએ પાંચમી ફેબ્રુઆરી, 2019ના રોજ કે તે પછી રૂ. 198 કે રૂ. 299નાપ્રિપેઇડ પ્લાનનું રિચાર્જ કરાવવાનું રહેશે.

4. આ ઓફર પાંચમી ફેબ્રુઆરી, 2019થી લઈને પાંચમી મે, 2019 સુધી ઉપલબ્ધ છે.

5. પાત્રતા ધરાવતા વપરાશકર્તાઓને 10 ડબલ ડેટા વાઉચર્સના સ્વરૂપમાં ડબલ ડેટા આપવામાં આવશે, જે પાંચમી ફેબ્રુઆરી, 2019 અને30મી જૂન, 2020ની વચ્ચે મેળવી શકાશે.

6. વપરાશકર્તા આ સમયગાળાની અંદર મહત્તમ 10 રિચાર્જ માટે પ્રત્યેક રિચાર્જદીઠ એક ડબલ ડેટા વાઉચર મેળવવાને પાત્ર રહેશે.

7. આ ઓફર M સિરીઝ ડિવાઇસનાં તમામ ભારતીય વર્ઝન પર લાગુ છે.

પ્રોડક્ટની વિશેષતા

ગેલેક્ઝી M20 ટ્રુ FHD+ 6.3” FHD+ ઇન્ફિનિટી-V ડિસ્પ્લે ધરાવે છે, જ્યારે ગેલેક્ઝી M10 HD 6.2” HD+ ઇન્ફિનિટી-V ડિસપ્લે ધરાવે છે, જે સંપૂર્ણપણે તલ્લીન કરી દેતોદર્શનીય અનુભવ સુનિશ્ચિત કરે છે. ગેલેક્ઝી M20 અને M10, બંને લોકપ્રિય એપ્સ થકી HD કન્ટેન્ટના નિરંતર સ્ટ્રિમીંગ માટે વાઇડવાઇન L1 સર્ટિફિકેશન (પ્રમાણન)ધરાવે છે.

મ્યુઝિક અને વીડીયોનું નોન-સ્ટોપ સ્ટ્રિમીંગ સુનિશ્ચિત કરવા માટે સેમસંગે ગેલેક્ઝી M20માં શક્તિશાળી 5000 mAh બેટરી પેક કરી છે. એટલું જ નહીં, ગેલેક્ઝીM20નું પાવર મેનેજમેન્ટ ફિચર મલ્ટિ-લેયર્ડ ટેકનોલોજીથી સજ્જ છે, જે ઓછો પાવર કન્ઝમ્પ્શન સુનિશ્ચિત કરે છે. ટાઇપ C ફાસ્ટ ચાર્જિંગ ફિચર સામાન્ય ચાર્જિંગનીતુલનામાં ત્રણ ગણી સ્પીડ સુનિશ્ચિત કરે છે, જે 15W ઇન-બોક્સ ચાર્જરને આભારી છે.

ગેલેક્ઝી M20 સેમસંગના અત્યાધુનિક એક્સિનોસ 7904 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે, જે અદભૂત નેટવર્ક સ્પીડ, સરળ મલ્ટિટાસ્કિંગ અને પાવરના ઓછા વપરાશથકી વપરાશકર્તાને બહેતર અનુભવ પૂરો પાડે છે. ગેલેક્ઝી M10 એક્સિનોસ 7870 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે.

ગેલેક્ઝી M20 ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોક ફિચર્સ ધરાવે છે. જ્યારે ગેલેક્ઝી M10 ફેસ રેકોગ્નિશન અનલોક ફિચર ધરાવે છે.

આજના યુવાનો ફોટો ક્લિક અને વીડીયો બનાવવા માટે હંમેશા તત્પર રહેતા હોવાથી પાવરફૂલ ડ્યૂઅલ કેમેરા એ ગેલેક્ઝી M સિરીઝની વધુ એક મુખ્ય ખાસિયતછે. ગેલેક્ઝી M20 અને M10 બંને અલ્ટ્રા-વાઇડ ફિચર સાથે ડ્યૂઅલ રિયર કેમેરા ધરાવે છે.

Share: