વોડાફોને આ પ્લાનમાં ફ્રી કોલિંગ સાથે મળશે ૫૪૭.૫ જીબી ડેટા

February 25, 2019
 990
વોડાફોને આ પ્લાનમાં ફ્રી કોલિંગ સાથે મળશે ૫૪૭.૫ જીબી ડેટા

ટેલીકોમ કંપની વોડાફોને કેરળ સર્કલમાં ૧૯૯૯ રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. પ્લાનમાં યુઝર્સને ૩૬૫  દિવસ માટે દરરોજ ૧.૫ જીબી ડેટા આપવામાં આવશે. એટલે કે એક વર્ષમાં કુલ ૫૪૭.૫ જીબી ડેટા મળશે. તેના સિવાય પ્લાનમાં વોડાફોન અનલીમીટેડ લોકલ, નેશનલ અને રોમિંગ કોલિંગ આપી રહી છે. જયારે ૩૬૫ દિવસના આ પ્લાનમાં યુઝર્સને ૧૦૦ ફ્રી એસએમએસ દરરોજ મળશે.

આ પ્લાનને હજુ કેરળ સર્કલમાં લોન્ચ કર્યો છે. બાકી સર્કલ્સમાં આ ક્યારેય લોન્ચ થશે, તેને લઈને હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી આ ઓપન માર્કેટ પ્લાન છે અને ખુબ જ જલ્દી તેને પેન-ઇન્ડિયા રોલ આઉટ કરવામાં આવી શકે છે. આ અગાઉ જયારે વોડાફોને ૧૬૯૯ રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો, તો યુઝર્સ નિરાશ થયા હતા કેમકે ૩૬૫ દિવસ માટે વેલીડ આ પ્લાનમાં ઓપરેટર માત્ર ૧ જીબી ડેલી ડેટા આપી રહી હતી. જયારે તેની કિંમતમાં જિયો ૧.૫ જીબી ડેટા દરરોજ આપી રહી છે.

તમને જણાવી દઈએ કે, ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં લોંગ-વેલીડીટી રિચાર્જનો ટ્રેન્ડ બરકરાર છે અને તેના કારણે ઓપરેટર્સ એક બાદ અને નવા પ્લાન્સ લઈને આવી રહ્યા છે. એવામાં જોવાનું રહેશે કે, આ નવા પ્લાનને માર્કેટમાં કેવો રિસ્પોન્સ મળશે.

Share: