એરટેલે લોન્ચ કર્યા ત્રણ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સ

March 04, 2019
 901
એરટેલે લોન્ચ કર્યા ત્રણ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સ

ટેલીકોમ કંપની એરટેલે લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ‘ફોરેન પાસ’ સ્કીમ હેઠળ ત્રણ નવા આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સને પ્રસ્તુત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપની ૨૦ દેશોમાં પોતાના ફોરેન પાસ ઓફર્સ આપી રહી છે. તેમાં યુનાઈટેડ સ્ટેટ્સ, યુકે, કેનાડા, ચીન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, હોંગકોંગ, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, નેધરલેન્ડ્સ, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, સાઉદી અરબ, યુએઈ અને કતર સામેલ છે.

પ્લાન ડીટેલ્સ

‘ફોરેન પાસ’ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવેલ આ પ્લાન્સની શરૂઆત ૧૯૬ રૂપિયાના પ્લાનથી થશે. ૧૯૬ રૂપિયાના પ્લાનમાં કંપની આંતરરાષ્ટ્રીય રોમિંગમાં ૨૦ મિનીટનો ટોકટાઈમ આપે છે. કંપનીનો બીજો પ્લાન ૨૯૬ રૂપિયાનો છે. આ પ્લાનમાં ૪૦ મિનીટનો ટોક ટાઈમ આંતરરાષ્ટ્રીય રોમિંગ દરમિયાન મળે છે. આ યાદીમાં સૌથી મોંઘો પ્લાન ૪૪૬ રૂપિયાનો છે. પ્લાનમાં આંતરરાષ્ટ્રીય રોમિંગ દરમિયાન ૭૫ મિનીટનો ટોકટાઈમ મળે છે.

વેલીડીટી

જયારે એરટેલના ૧૯૬ રૂપિયાના પ્લાનની વેલીડીટી એક દિવસની છે. ૨૯૬ રૂપિયાના પ્લાનમાં ૩૦ દિવસની વેલીડીટી મળે છે. જયારે ૪૪૬ રૂપિયાના પ્લાનની વેલીડીટી ૯૦ દિવસની છે.

ઉલ્લેખનીય છે કે, ટેલીકોમ સેક્ટરમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા પ્લાન અપડેટ કર્યા હતા. એરટેલના ૧૦૦ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં તમને ૮૧.૭૫ રૂપિયાની ટોકટાઈમ મળશે અને આ પ્લાનમાં ૨૮ દિવસની આઉટગોઇંગની વેલીડીટી આપવામાં આવશે. . જયારે ઇનકમિંગ કોલ્સની વેલીડીટી લાઈફટાઈમ હશે. જયારે ૫૦૦ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં તમને ૪૨૦.૭૩ રૂપિયાનો ટોકટાઈમ મળશે.

તેની સાથે જ આ પ્લાનમાં આઉટગોઇંગની વેલીડીટી ૨૮ દિવસની જેમ ઇનકમિંગની વેલીડીટી લાઈફટાઈમ હશે. તમને જણાવી દઈએ કે, એરટેલના આ બંને પ્લાન પ્રી-પેડ ગ્રાહકો માટે છે. જયારે કંપનીએ આ બંને પ્લાન્સને પોતાની સાઈટ પર અપલોડ કરી દીધા છે, તેમ છતાં તે અત્યાર સુધી સ્પષ્ટ નથી કે, એરટેલના આ બંને પ્લાન બધા સર્કલ માટે છે અથવા નહીં. જો તમે એરટેલના ગ્રાહક છે તો તમે એરટેલની વેબસાઈટ અથવા માય જિયો એપમાં આ પ્લાનને જોઈ શકો છો.

Share: