વોડાફોને લોન્ચ કર્યો નવો પ્લાન, ૬૯ દિવસ માટે દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા

March 05, 2019
 692
વોડાફોને લોન્ચ કર્યો નવો પ્લાન, ૬૯ દિવસ માટે દરરોજ મળશે ૧.૪ જીબી ડેટા

ટેલીકોમ કંપની વોડાફોને ૩૯૬ રૂપિયા વાળો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૪ જીબી ડેટા, અનલીમીટેડ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ મળશે. તેના સિવાય આ પ્લાનમાં ગ્રાહકોને વોડાફોન પ્લે એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળશે. જયારે આ પ્લાનની વેલીડીટી ૬૯ દિવસની રાખવામાં આવી છે.

તેના સિવાય વોડાફોન પ્લે કંપનની પોતાની એપ છે, તેમના ૫૦૦૦ થી વધુ મુવીઝ અને ૩૦૦+ લાઈવ ટીવી ચેનલ્સ મળે છે. વોડાફોન પ્લે એપને ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. તમને જણાવી દઈએ કે, થોડા અઠવાડિયા પહેલા ભારતી એરટેલે પોતાના ૩૯૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો હતો.

જયારે ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં હવે વોડાફોન તરફથી દરરોજ ૧ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પહેલા આ પ્લાનમાં દરરોજ ૧.૪ જીબી ડેટા મળતો હતો. તેની સાથે જ આ પ્લાનમાં હવે બધા ગ્રાહકોને ૮૪ દિવસની વેલીડીટી આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વોડાફોને ૬૪૯ રૂપિયાનો નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ નવા પ્લાનનું નામ Red iPhone Forever હતું. આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ અને એસટીડી કોલિંગ મળશે, જે એફયુપી લીમીટ વગર છે. પ્લાનમાં અનલીમીટેડ નેશનલ રોમિંગની પણ સુવિધા છે. જયારે આ પ્લાનમાં ૯૦ જીબી ૨જી/૩જી/૪જી ડેટા દરમહિને મળશે. તેની સાથે ડેટા રોલઓવરની સુવિધા ૨૦૦ જીબી સુધીની છે.

વાત કરીએ રેડ આઈફોન ફોર એવર પ્રોગ્રામની તો જો ભૂલથી તમે પોતાનો આઈફોન પાડી દો છો તો ડિસ્પ્લે તૂટી જાય છે અથવા પછી ફોનને કોઈ બીજું નુકસાન થાય છે તો લગભગ ૧૫૦૦૦ રૂપિયાનો ખર્ચો આવે છે. પરંતુ આ પ્રોગ્રામના આધારે તમારે માત્ર સર્વિસ હેન્ડલિંગ ફી ૨૦૦૦ રૂપિયા અને જીએસટી આપવું પડશે અને તમારા આઈફોનને સંપૂર્ણ તરીકે રિપેયર કરી દેવામાં આવશે.

Share: