જિયોનો ધમાકો, યુઝર્સને ફ્રીમાં મળી રહ્યો છે બે જીબી વધારાનો ડેટા

November 29, 2018
 676
જિયોનો ધમાકો, યુઝર્સને ફ્રીમાં મળી રહ્યો છે બે જીબી વધારાનો ડેટા

ટેલીકોમ સેક્ટરમાં પોતાના સસ્તા પ્લાન્સના કારણે હલચલ મચાવનારી કંપની જિયોએ આ વર્ષે પોતાના બે વર્ષ પુરા થવા પર સેલિબ્રેશન પેક લોન્ચ કર્યો હતો. હવે સમાચાર એ આવી રહ્યા છે કે, કંપનીએ પોતાના કેટલાક ખાસ યુઝર્સ માટે આ પેકની વેલીડીટી વધારી દીધી છે. જિયો પોતાના કેટલાક ગ્રાહકોને ૫ દિવસ માટે ૨ જીબી ડેટા પ્રતિદિવસના મુજબ આપી રહી છે. તમે ઈચ્છો તો માયજિયો એપમાં જઈને આ વાતની તપાસ કરી શકે છો કે, શું તમને વધારાનો ડેટા આપવામાં આવી રહ્યો છે અથવા નહીં.

 

તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં જિયોએ પોતાની બીજી એનીવર્સરી પર ગ્રાહકોને થેંક્યું કહેવા માટે સેલિબ્રેશન પેક લોન્ચ કર્યો હતો. આ અનુસાર, કંપનીના બધા ગ્રાહકોને સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનામાં ૪ દિવસ માટે પ્રતિદિવસ ૨ જીબી ડેટાનો લાભ મળ્યો.

 

તેના સિવાય તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે, જિયોના કારણે પોતાના ARPU (એવરજ રેવેન્યુ પર યુઝર્સ) માં ઘટાડાને દુર કરવા માટે ટેલીકોમ કંપનીઓએ મિનિમમ રિચાર્જ પ્લાન પ્રસ્તુત કરવાનું શરૂ કરી દીધું છે.

Share: