બીએસએનએલ પોતાના આ યુઝર્સને આપી રહી છે ૨૫ ટકા કેશબેક

March 07, 2019
 721
બીએસએનએલ પોતાના આ યુઝર્સને આપી રહી છે ૨૫ ટકા કેશબેક

ટેલીકોમ કંપની બીએસએનએલે પોતાના બ્રોડબેન્ડ યુઝર્સ માટે એક નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ ઓફર હેઠળ બીએસએનએલ પોતાના એનુઅલ પ્લાન પર મળનાર ૨૫ ટકા કેશબેક ઓફરને ૩૧ માર્ચ સુધી વધારી દીધો છે. આ ઓફરનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા તમારે પોતાના બીએસએનએલ બ્રોડબેન્ડ કનેક્શન પર લોગઈન કરવું પડશે. ત્યાર બાદ સ્કીમને સબ્સક્રાઈબ કરવા માટે એગ્રી કરી દો. એગ્રી કર્યા બાદ એક નવો વિન્ડો ઓપન થશે. અહીં પર કેપ્ચાની સાથે તમારે પોતાનો સર્વિસ આઈડી નંબર નાખવો પડશે.

રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ ઓટીપીને એન્ટર કરો. ઓટીપી એન્ટર કર્યા બાદ વેલીડીટી પર ટેપ કરી દો. સૂચિત કરેલા એનુઅલ પ્લાન એન પોતાના વર્તમાન પ્લાનને વેરીફાઈ કરો. જો તમે ૨૫ ટકાના કેશબેક માટે પ્લાન માટે પ્લાનને ચેન્જ કરવા માંગો છો તો સબમિટ પર કિલક કરી દો. જયારે ઓર્ડર ક્રિએટ થયા બાદ તમારી સ્ક્રીન પર એક રિક્વેસ્ટ નંબર આવી જશે.

આ કેશબેક એનુઅલ બીલ પેમેન્ટ બાદ ગ્રાહકોના એકાઉન્ટમાં ક્રેડીટ થઇ જશે. ગ્રાહક ક્રેડીટનો ઉપયોગ બીએસએનએલની બીજી સેવાઓની ચુકવણી માટે કરી શકો છો જેમાં વર્તમાન પ્લાનનું બીલ પેમેન્ટ પણ સામેલ છે. જો કોઈ કારણથી યુઝર્સ પોતાના પ્લાનઓછા ભાવ વાળા પ્લાનમાં ફેરવો છો અથવા સમાપ્ત થયા પહેલા કનેક્શન ડીસકનેક્ટ કરો છો તો તમને કેશબેકમાં મળેલી રકમને પરત કરવી પડશે.

Share: