એરટેલ-વોડાફોને પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

March 08, 2019
 783
એરટેલ-વોડાફોને પોતાના આ પ્લાનમાં કર્યો મોટો ફેરફાર

લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વોડાફોન આઈડિયા અને એરટેલે ૧૬૯ રૂપિયા વાળા પ્લાનને રિવાઈઝ કર્યો છે. બંને કંપનીઓ હવે આ પ્લાનમાં પહેલાથી વધુ ડેટા બેનીફીટ્સ આપી રહી છે. એરટેલ અને વોડાફોન આઈડિયા બંનેએ ૧૬૯ રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે એન એટલી જ વેલીડીટીમાં યુઝર્સને હવે વધુ ડેટા બેનીફીટ આપવામાં આવશે. રિવિજન બાદ બંને કંપનીઓ યુઝર્સને દરરોજ ૧ જીબી ડેટા બેનીફીટ આ પ્લાનમાં આપશે. આવી રીતે ૨૮ દિવસની વેલીડીટી વાળા પ્લાનમાં યુઝર્સને ૨૮ જીબી મોબાઈલ ડેટા આપવામાં આવશે.

તેની સાથે જ આ પ્લાનમાં યુઝર્સને પહેલાની જેમ દરરોજ ૧૦૦ એસએમએસ અને અનલીમીટેડ કોલિંગ પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રિવાઈઝ કર્યા પહેલા બંને ટેલીકોમ કંપનીઓ ૧૬૯ રૂપિયામાં સેલેક્ટેડ યુઝર્સ માટે ૨૮ જીબી ડેટા બેનીફીટ આપતી હતી, પરંતુ હવે તે ઓપન માર્કેટ પ્લાન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, હવે બધા યુઝર્સને આ પ્લાનનો ફાયદો મળશે. જયારે રિવિઝન પહેલા ૧૬૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને સંપૂર્ણ ૨૯ દિવસ માટે માત્ર ૧ જીબી ડેટા મળતો હતો. ટેલીકોમ ઓપરેટર્સની વચ્ચે માર્કેટમાં ચાલી રહેલી સ્પર્ધાના કારણે ઘણી કંપનીઓએ નવા પ્લાન ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જયારે કેટલાક પ્લાન્સને રિવાઈઝ પણ કર્યા છે. એવામાં જોવાનું રહેશે કે, આ ફેરફાર બાદ કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: