ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના પુત્રના લગ્ન પહેલાં મેટ્રોપોલિસમાં લગભગ 50,000 જેટલા પોલિસકર્મીઓને મીઠાઇના બોક્સ મોકલાવ્યા છે. મુંબઈના દરેક પોલિસ સ્ટેશનમાં મીઠાઇના બોક્સ આવી રહ્યાં છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તરફથી મોકલવામાં આવી રહ્યા છે, જેમના પુત્ર આકાશ અંબાણીના માર્ચ 9ના રોજ લગ્ન થવાના છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
“બોક્સની સાથે એક કાર્ડ પણ રહેલું છે, જેમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને તેમના સંતાનોના નામ અને આશીર્વાદ અને શુભેચ્છા માંગતો સંદેશો મોકલવામાં આવ્યો છે,” એમ એક પોલિસ કોન્સ્ટેબલે જણાવ્યું હતું જેમને તાજેતરમાં જ આ પ્રકારનું બોક્સ મળ્યું છે.
“મને પોલિસ સ્ટેશનમાંથી મીઠાઇનું બોક્સ મળ્યું અને જાણવા મળ્યું કે તે અંબાણીના પરિવાર તરફથી તેમના પુત્રના લગ્ન પ્રસંગે મોકલવામાં આવ્યું છે,” એમ તેમણે જણાવ્યું હતું.
એક પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે વિશ્વમાં ધનવાનોની ફોર્બ્સની યાદીમાં 13મો ક્રમાંક ધરાવતા ઉદ્યોગપતિ તરફથી આ સારી ચેષ્ટા છે કે તેઓ તેમનો આનંદ પોલિસકર્મીઓ સાથે વહેંચી રહ્યા છે.