ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે ટીમ ઇન્ડિયા

March 10, 2019
 187
ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે ટીમ ઇન્ડિયા

ઓસ્ટ્રેલિયા સામે ચોથી વનડે ક્રિકેટ મેચ માટે ભારતીય ટીમ ઉતરશે તો બધાની નજર યુવા વિકેટકીપર ઋષભ પંત પર હશે જે શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડ કપ ટીમ માટે પોતાના દાવો મજબૂત કરવા માંગશે. જયારે, મોહાલીના જે મેદાન પર ભારતીય ટીમ પોતાની ચોથી વનડે રમવા ઉતરશે ત્યાંરે ઓસ્ટ્રેલિયા સામે તેમનું પ્રદર્શન સારૂ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા મોહાલીના સ્ટેડીયમમાં છ મેચ રમી ચુક્યા છે. તેમાંથી ૫ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત પ્રાપ્ત કરી હતી.

મોહાલી ક્રિકેટ રમાયેલ આંકડાઓ

આ મેદાન પર ૧૫ વખત બેટિંગ કરનારી ટીમ જીતી છે.

૯ વખત બીજી નંબર પર બેટિંગ કરનારી ટીમ જીતી છે.

એવરજ સ્કોર પ્રથમ ઇનિંગ ૨૬૮

એવરજ સ્કોર બીજી ઇનિંગ ૨૨૮

ઉચ્ચતમ સ્કોર : ઇન્ડિયા વિરુદ્ધ શ્રીલંકા ૩૯૨/૪

ન્યુનતમ સ્કોર : પાકિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકા ૮૯/૧૦

ઉચ્ચતમ સ્કોર જેનો સફળ પીછો થયો ૩૨૨/૬ (૪૯.૫ ઓવર) પાકિસ્તાન વર્સેજ ઇન્ડિયા

મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને હવે ઋષભ પંતને ઇંગ્લેન્ડમાં રમાવનારા વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી પ્રસ્તુત કરવાની તક મળી છે. આ અગાઉ ઋષભ પંત બેટ્સમેન તરીકે ટીમમાં રમી ચુક્યા છે પરંતુ હવે મહેન્દ્ર સિંહ ધોને આરામ આપ્યા બાદ તેમને વિકેટકીપિંગની તક પણ મળશે.

વિરાટ કોહલી સામાન્ય તરીકે ફેરફારના પક્ષમાં નથી પરંતુ લોકેશ રાહુલને તક આપવામાં આવી શકે છે. જોવાનું એ છે કે, તે શિખર ધવનની જગ્યાએ લેશે અથવા અંબાતી રાયડુની જગ્યાએ રમાડશે.

ભારતીય ટીમ ચિંતા ટોપ ક્રમનું પ્રદર્શન છે. વિરાટ કોહલીએ ત્રણ મેચમાં બે સદી સહિત ૨૮૩ રન બનાવ્યા છે. પરંતુ બાકી ક્રિકેટર ચાલી રહ્યા નથી.

કેદાર જાધવ : ૩ મેચ, ૧૧૮ રન

રોહિત શર્મા : ૩ મેચ, ૫૧ રન

અંબાતી રાયડુ : ૩ મેચ, ૩૩ રન

શિખર ધવન : ૩ મેચ, ૨૨ રન

Share: