ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત

March 10, 2019
 285
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામે ૨૨ માર્ચથી યુએઈમાં શરૂ થનારી આગામી વનડે શ્રેણી માટે પાકિસ્તાન ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. નિયમિત કેપ્ટન સરફરાઝ ખાનને આરામ આપવામાં આવ્યો છે, તેમની ગેરહાજરીમાં ટીમની આગેવાની અનુભવી શોએબ મલિક સંભાળશે. ટીમમાં ઉમર અકમલ અને મોહમ્મદ આમીરની વાપસી થઈ છે.

આ સમય રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગમાં ઉમર અકમલે બેટથી સારૂ પ્રદર્શન કર્યું છે. ક્વોટા ગ્લેડીયેટર્સ માટે તેમને ૮ ઇનિંગમાં ૨૨૦ રન બનાવ્યા છે. તેના સિવાય ટીમમાં હેરીસ સોહેલ, જુનૈદ ખાન, મોહમ્મદ આમીર અને યાસીર શાહની ટીમમાં વાપસી થઈ છે.

પાકિસ્તાનના મુખ પસંદગીકરતા ઈંજમામ ઉલ હકે જણાવ્યું છે કે, ટીમમાં આ ફેરફાર વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યું છે કે, “વર્લ્ડ કપ વિજેતા સામે આ શ્રેણી મુશ્કેલ પરીસ્થિતિઓમાં હશે. આ દરમિયાન ખેલાડીઓની પ્રતિભાનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ તેમના માટે વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવવાની શાનદાર તક હશે.”

“જુનૈદ ખાન અને હેરીસ સોહેલને પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ અમે વર્લ્ડ કપમાં બે સ્પીન બોલરોની સાથે ઉતરી શકે છે, એટલા માટે અમે યાસીર શાહને ટીમમાં સામેલ કર્યા છે. ઉમર અકમલ ખુબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. સંપૂર્ણ રીતે ફીટ અને ફોર્મમાં ચાલી રહેલા ઉમર અકમલથી પાકિસ્તાન ટીમના મધ્યક્રમને મજબૂતી મળશે.”

પાકિસ્તાને ચાર ખેલાડીઓને પ્રથમ વખત વનડે ટીમમાં પસંદ કર્યા છે, જેમાં ટેસ્ટ રમી ચુકેલા મોહમ્મદ અબ્બાસ પણ સામેલ છે. અન્ય ત્રણ નામ આબિદ અલી, સાદ અલી અને ૧૮ વર્ષીય ઝડપી બોલર મોહમ્મદ હસન સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે સરફરાઝ અહેમદ, બાબર આઝમ, ફકર જમાન, હસન અલી, શાદાબ ખાન અને શાહીન આફ્રીદીને આરામ આપવામાં આવ્યો છે, જયારે મોહમ્મદ હાફીઝ ઈજાના કારણે ટીમથી બહાર છે.

પાકિસ્તાન ટીમ આ પ્રકાર છે : શોએબ મલિક (કેપ્ટન), આબિદ અલી, ફહીમ અશરફ, હેરિસ સોહેલ, ઈમાદ વસીમ, ઈમામ ઉલ હક, જુનૈદ ખાન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ આમીર, મોહમ્મદ હસન, મોહમ્મદ રિજવાન (વિકેટકીપર), સાદ અલી, શાન મસૂદ, ઉમર અકમલ, ઉસ્માન શીનવારી, યાસીર શાહ.

Share: