શ્રીલંકા સામેની અંતિમ બે વનડે માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત

March 12, 2019
 114
શ્રીલંકા સામેની અંતિમ બે વનડે માટે સાઉથ આફ્રિકા ટીમની જાહેરાત

શ્રીલંકા સામે રમાવનારી બે અંતિમ વનડે મેચ માટે સાઉથ આફ્રિકા ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં એડેન માર્કરામ, હાશિમ આમલા અને જેપી ડયુમિનીની વાપસી થઈ છે જયારે રીજા હેન્ડ્રીક્સ અને વિયામ મુલ્ડરને બહાર કરવામાં આવ્યા છે.

એડેન માર્કરામે ઘરેલું ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શન કર્યું છે. તેમને તાજેતરમાં ટાઇટન્સ માટે રમતા ૮૫, ૧૩૯ અને ૧૬૯ રન બનાવ્યા હતા. જયારે બીજી તરફ ઓપનર બેટ્સમેન હાશિમ આમલાને શરૂઆતી ત્રણ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. જેપી ડયુમિની ઓક્ટોબર ૨૦૧૮ થી ટીમથી બહાર હતા અને વર્લ્ડ કપ પહેલા તેમની ટીમમાં વાપસી થઈ છે.

સાઉથ આફ્રિકાના મુખ્ય પસંદગીકર્તા લિંડા જોંડીએ જણાવ્યું છે કે, “અનુભવ વર્લ્ડ કપ જેવા મોટા ટુર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે. જેપી ડયુમિનીને લાંબા સમય બાદ ટીમમાં પરત ફરતા સારૂ લાગી રહ્યું છે. ટીમથી બહાર ચાલી રહેલા ખેલાડીઓએ ઘરેલું ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી વાપસી કરી છે. આ મહત્વપૂર્ણ છે કે, તેમને તે સ્તર પર હાવી હોવું જોઈએ. જેપી ડયુમિની અને એડેન માર્કરામે પ્રભાવી પ્રદર્શન કર્યુ છે.”

શ્રેણી પોતાના નામે કરી ચુકેલી યજમાન ટીમ અંતિમ બે મેચમાં ફેરફાર સાથે ઉતરશે. મુખ્ય કોચ જોંડીએ જણાવ્યું છે કે, “આ શ્રેણીની અંતિમ બે વનડેનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે, જેમાં અમે વર્લ્ડ કપ માટે પોતાના બધા વિકેલ્પોની તપાસ કરી શકીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, યજમાન ટીમ પાંચ મેચની શ્રેણીમાં ૩-૦ થી આગળ છે. શ્રેણીની ચોથી મેચ ૧૩ માર્ચના પોર્ટ એલિજાબેથમાં રમાશે.

સાઉથ આફ્રિકા ટીમ આ પ્રકાર છે : ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટોન કોક, હાશિમ આમલા, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, જેપી ડયુમિની, એડેન માર્કરામ, લુંગી એનગીડી, એનરિક નોર્જે, એન્ડીલે ફેહલુક્વાયો, ડ્વેન પ્રિટોરીયસ, કાગીસો રબાડા, તબરેજ શમ્સી, ડેલ સ્ટેન, રાસી વેન ડેર ડુસેન.

Share: