રાહુલ ગાંધી બોલ્યા આતંકી મસુદને કોંગ્રેસ સરકારે પકડયો, ભાજપ સરકારે છોડી મુકયો

March 12, 2019
 439
રાહુલ ગાંધી બોલ્યા આતંકી મસુદને કોંગ્રેસ સરકારે પકડયો, ભાજપ સરકારે છોડી મુકયો

ગુજરાતના અડાલજ ખાતે આયોજિત જન સંકલ્પ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. રાહુલ ગાંધીએ નોટબંધીથી લઈને આતંકવાદી મસુદ અઝહરને છોડવાના મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આતંકી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો જયારે ભાજપની સરકાર છોડી મુક્યો હતો. તેમજ જે આતંકીને ભાજપ સરકારે છોડયો તે જ પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ છે.

રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જો આ દેશને કોઈએ બનાવ્યો હોય તે મહાત્મા ગાંધી અને ગુજરાતે બનાવ્યો છે. તેમણે કહ્યું જે બીજી શકિતઓં દેશને બરબાદ કરવામાં વ્યસ્ત છે. ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રિમ કોર્ટના જજોએ પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી અને કહ્યું કે અમને કામ નથી કરવા દેવામાં આવતું. આજે સુપ્રિમ કોર્ટના જજો જનતા પાસે ન્યાય માંગે છે. દેશની દરેક બંધારણીય સંસ્થાઓ સાથે આવું થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજે દેશના લોકોને વિભાજીત કરવામાં આવી રહ્યા છે. દેશમાં સૌથી વધારે બેરોજગારી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પીએમ મોદી ન્યુ ઇન્ડિયાની વાતો કરે છે. પરંતુ દેશનો યુવાન આજે ભટકી રહ્યો છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે અમે વાયદો કર્યો હતો કે જે રાજયમાં અમારી સરકાર આવશે ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને અમારો વાયદો નિભાવ્યો પણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીના લીધે અનેક લોકોના જીવ ગયા છે. તેમજ જયારે નોટબંધી લાગુ કરવામાં આવી ત્યારે ઉદ્યોગપતિઓ લાઈનમાં નહોતા ઉભા. પરંતુ ગરીબ અને લાચાર જનતા લાઈનમાં ઉભી હતી. તેમજ જીએસટીએ નાના વેપારીઓની કમર તોડી પાડી છે. તેમજ અમે વાયદો કરીએ છીએ કે અમે સત્તામાં આવીશું તો જીએસટીને વધુ સરળ બનાવી દઈશું.

Share: