બીએસએનએલનો નવો પ્રીપેડ રીચાર્જ પ્લાન, ૧૮૦ દિવસ સુધી મળશે અનલીમીટેડ કોલિંગ

March 12, 2019
 449
બીએસએનએલનો નવો પ્રીપેડ રીચાર્જ પ્લાન, ૧૮૦ દિવસ સુધી મળશે અનલીમીટેડ કોલિંગ

ભારત સંચાર નિગમ લિમિટેડે નવો ૫૯૯ રૂપિયાનો પ્રીપેડ રીચાર્જ પ્લાન પ્રસ્તુત કર્યો છે જેમાં બીએસએનએલ સબ્સક્રાઈબર્સને ૧૮૦ દિવસ માટે અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા મળશે. નવી બીએસએનએલ રીચાર્જ પ્લાનને હજુ અમુક સર્કલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ પેકમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળતું નથી. ટેલીકોમ ટોકે ૫૯૯ રૂપિયા વાળા બીએસએનએલ પ્રીપેડ રીચાર્જ પ્લાનના વિશેમાં સૌથી પહેલા જાણકારી આપી દીધી હતી. આ પ્લાન બીએસએનએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

બીએસએનએલના આંધ્રપ્રદેશ અને તેલંગાણા સર્કલમાં ૫૯૯ રૂપિયાના રીચાર્જ પ્લાનમાં અનલીમીટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ (મુંબઈ અને નવી દિલ્હીને છોડી) ની સુવિધા મળે છે. આ પેકની વેલીડીટી ૧૮૦ દિવસ એટલે ૬ મહિનાની છે. આ પ્લાન વેલીડીટી એક્સટેન્શનની સુવિધા આવે છે. આ પ્લાનની મદદથી તમે પોતાના એકાઉન્ટની વેલીડીટી ૧૮૦ દિવસ સુધી વધારી શકાશે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે, નવા બીએસએનએલ રીચાર્જ પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા મળે છે. પરંતુ તેમાં કોઈ ડેટા નથી મળતો. એક બીજી મહત્વની વાત હજુ આ પ્લાન માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણા સર્કલમાં ઉપલબ્ધ છે. બીએસએનએલ સબ્સક્રાઈબર્સ માટે અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા મુંબઈ અને દિલ્હી સર્કલને છોડી બાકી બધા સર્કલમાં ઉપલબ્ધ છે.

Share: