પ્રિયંકા ગાંધીએ પ્રથમ રેલીમાં કર્યા મોદી સરકાર પર પ્રહાર, કહ્યું દેશ ભાઈચારાના આધારે બન્યો છે

March 12, 2019
 612
પ્રિયંકા ગાંધીએ પ્રથમ રેલીમાં કર્યા મોદી સરકાર પર પ્રહાર, કહ્યું દેશ ભાઈચારાના આધારે બન્યો છે

ગુજરાતમાં લોકસભા ચુંટણીની જાહેરાત બાદ પ્રથમ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે હું પ્રથમ વાર ગુજરાત આવી છું અને પ્રથમ વાર અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં ગઈ હતી. ત્યાં મેં ભજન સાંભળ્યા ત્યારે મારી આંખોમાં આંસુ આવવાના હતા. મારા મનમાં એ બાબત આવી કે આ દેશ ભાઈચારાના આધાર પર બન્યો છે. તેમજ આજે દેશમાં જે થઈ રહ્યું છે તેનાથી હું દુઃખી છું.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ દેશનું રક્ષણ તમે કરી શકો છો. તેમજ તમે લોકો જાગૃત બને તેનાથી મોટી કોઈ દેશભકિત નથી. તમારી જાગૃતિ તમારો વોટ એ હથીયાર છે. એવું હથીયાર જેનાથી કોઈને નુકશાન પહોંચાડવાનું નથી. '

આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકારે તેમણે આપેલા વાયદા પૂર્ણ કરી શકી નથી. તેમજ કરોડો યુવાનોને નોકરી આપવાની વાતો જ કરવામાં આવી છે. તેમજ તેમણે લોકોને પૂછ્યું હતું કે શું આજે દેશના યુવાનોને નોકરી મળી રહી છે. તેમજ મહિલાઓ આજે સુરક્ષિત હોવાનું માની રહી છે. આ દેશના ખેડૂતોની હાલત કેવી દયનીય કરી દેવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે આ દેશનું અસ્તિત્વ પ્રેમ ભાઈચારો અને બંધુતા છે .જયારે આજે દેશના મોદી સરકારે લોકોને તોડવાનુ ને નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. જેનાથી હું ખુબ જ દુઃખી છું.

Share: