લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હશે.

March 13, 2019
 504
લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હશે.

અડાલજમાં જનસંકલ્પ રેલીમાં કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એ ત્રિરંગો ખેસ પહેરાવી હાર્દિક પટેલ ને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. હવે હાર્દિક પટેલ નો કોંગ્રેસ ધૂમ રીતે રાજકીય ઉપયોગ કરશે. લોકસભાની ચૂંટણી ના બ્યુગલ ફૂંકાયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા કમર કસી છે. ગઈકાલે અડાલજમાં જનસંકલ્પ રેલીમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રાહુલ ગાંધી એ ચૂંટણી પ્રચારના શ્રગણેશ કર્યા હતા. આ વખતે કોંગ્રેસ ભાજપ સામે આક્રમકઃ રીતે ચૂંટણી લડવાના મૂડમાં છે. કોંગ્રેસે ૪૦થી વધુ સ્ટાર પ્રચારકોની યાદી કરી છે.

આ વખતે કોંગ્રેસ હાર્દિક પટેલ ને સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણીમાં મેદાને ઉતારી શકે છે. આમેય હાર્દિક પટેલ મોટી ભીડ ભેગી કરી શકવામાં સક્ષમ છે. તેના તેજાબી તેવર સાથે ભાષણો સાંભળવા લોકો ઉમટે છે. તે અન્ય રાજ્યો માં પણ સભા ગજવે છે. તે જોતા આ વખતે હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હશે.

Share: