હાર્દિક પટેલ મોડી સાંજે પાસના નેતાઓ સાથે બેઠક યોજી શું ઘડી સ્ટેટેજી ? ..જાણો

March 13, 2019
 745
હાર્દિક પટેલ મોડી સાંજે પાસના નેતાઓ સાથે બેઠક યોજી શું ઘડી સ્ટેટેજી ? ..જાણો

અડાલજમાં જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા બાદ હાર્દિક પટેલ મોડી રાત્રે પાસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક આગળની રણનીતિ ઘડવામાં આવી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપ તરફી પાટીદારો એ હાર્દિક પટેલ નો વિરોધ કર્યો છે ત્યારે હાર્દિક પટેલ હવે ખેડૂતો અને બેરોજગારી ના મુદ્દે ગુજરાતને ધમરોળવા નક્કી કર્યું છે.

હાર્દિક પટેલ હવે આક્રમક રીતે ભાજપ વિરુદ્ધ લડવા તૈયારીઓ કરી રહ્યો છે. પાસના નેતાઓ પણ આ લડાઈમાં સામેલ થવા તૈયાર થયા છે. હાર્દિક પટેલ ૧૭મી એ તમામ જિલ્લાના કન્વીનરો સાથે સ્નેહમિલન યોજશે. આ ઉપરાંત ભાજપને હરાવવા તાલુકા- જિલ્લા લેવલે બેઠકો યોજવા તૈયારીઓ કરી છે.

Share: