કેન્દ્રીય ચુંટણી પંચની ભાજપના ધારાસભ્યને ફટકાર, વિંગ કમાન્ડર અભિનંદન સાથે પીએમ મોદી અને અમિત શાહની તસ્વીર દુર કરવા આદેશ

March 13, 2019
 1357
કેન્દ્રીય ચુંટણી પંચની ભાજપના ધારાસભ્યને ફટકાર, વિંગ કમાન્ડર અભિનંદન સાથે  પીએમ મોદી અને અમિત શાહની  તસ્વીર દુર કરવા આદેશ

લોકસભા ચુંટણીની જાહેરાત બાદ હવે ભાજપ માટે કપરા દિવસો શરૂ થવા લાગ્યા છે. જેમાં ચુંટણી પંચે રાજકીય પક્ષોને સુચના આપી છે કે એર સ્ટ્રાઈક અને વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીરોને ચુંટણી પ્રચારમાં ઉપયોગના કરે. તેમ છતાં ભાજપના કેટલાક નેતા આ જ તસ્વીરોનો ઉપયોગ કરવામાં અને રાજકીય ફાયદો ઉપાડવામાં વ્યસ્ત છે. તેવા સમયે ચુંટણી પંચે હવે કડક વલણ અપનાવતા ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્માને સોશિયલ નેટવર્ક સાઈટ ફેસબુક પરથી વિંગ કમાન્ડર અભિનંદનની શેર કરેલી તસ્વીર દુર કરવા માટે આદેશ આપ્યો છે.

સમાચાર મુજબ, ૧ માર્ચના રોજ દિલ્હીના ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્માએ બે પોસ્ટર શેર કર્યા હતા. જેમાં બે તસ્વીરમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની તસ્વીર સાથે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પણ ફોટો છે. જેમાં તેમણે લખ્યું છે કે મોદીજી દ્વારા આટલા થોડા સમયમાં વિંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવો ભારતની એક કૂટનીતિક જીત છે. તેમજ બીજી પોસ્ટમાં લખ્યું છે કે ઝૂક ગયા પાકિસ્તાન વાપિસ લોટ આયા વીર જવાન.

આ અંગે જણાવતા ઓપી શર્માએ કહ્યું મને ચુંટણી પંચે આ અંગે નોટીસ મોકલી છે. પરંતુ મને એ સમજાતું નથી કે આ પોસ્ટ તો મે ચુંટણી જાહેર થઈ તે પૂર્વે કરી હતી. તેમજ ચુંટણી પંચ આવો આદેશ કેમ આપી રહ્ય છે તે પણ સમજાતું નથી.

સમાચાર મુજબ ચુંટણી પંચને તેના મોબાઈલ એપ વિજીલના માધ્યમથી ફરિયાદ મળી હતી. તેમજ આ એપના ફરિયાદ મળવાના ૧૦૦ કલાકની અંદર તેની પર કાર્યવાહી કરવાનો ચુંટણી પંચે દાવો કર્યો છે.

Share: