નરેન્દ્ર મોદીએ સારું શાસન કર્યું હોત તો ૨૯ પાર્ટી ઓ આગળ ઘુંટિયે પડવાની જરૂર નહોતી

March 13, 2019
 327
નરેન્દ્ર મોદીએ સારું શાસન કર્યું હોત તો ૨૯ પાર્ટી ઓ આગળ ઘુંટિયે પડવાની જરૂર નહોતી

૨૦૧૪ મા ખોટા વચનો આપીને સત્તા પર બેઠેલા ભાજપ અને નરેન્દ્ર મોદી ની એન ડી એ સરકારે 5 પાંચ વર્ષ દરમિયાન દેશ ની જનતા ને પીસી નાખવામાં કોઈ પ્રકાર ની કસર છોડી નથી. પોણા પાંચ વર્ષ સુધી માત્ર અને માત્ર પુંજી પતી ઓ ની ગુલામી જ કરી છે. પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે મિત્રો ને વિદેશ ભાગી જવા માટે લીલી ઝંડી આપી છે તે આરોપો પણ વિપક્ષો લગાવી રહ્યા છે.27 સત્યાવીસ લાખ કરોડ રૂપિયા નું દેવું ભારત સરકાર પર નરેન્દ્ર મોદી ના અણઘડ શાસન મા થઈ ગયું છે. જી ડી પી ગ્રોથ ના અને ખોટી રીતે ઓછી મોંઘવારી ના આંકડા જાહેર કરવા માટે મોદી સરકાર દ્વારા અધિકારીઓ પર દબાણ કરવાના આરોપો ભાજપ ના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જ કર્યા છે. નોટ બંદી નો ફતવો રાતોરાત અમલ મા લાવી ને અર્થ તંત્ર નો કચ્ચર ઘાણ નરેન્દ્ર મોદીએ વાળી નાખ્યો છે. ચુંટણી પંચ મા એવા અધિકારીઓ ની નિમણૂકો થાય છે કે જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને ભગવાન સમજે અને તેમના પડતા બોલ ઝીલે. અમિત શાહ ને જે તે કેસો મા નિર્દોષ સાબિત કરવા ના ફેંસલા આપનાર જજો ને યોગ્યતા અનુસાર છેક રાજ્યપાલ સુધી ના હોદ્દા થી નવાઝવામાં આવ્યા છે.60 રૂપિયે કિલો વાળી દાળ 200 રૂપિયે કિલો લેવા ગરીબ પરિવાર ને મજબૂર કરનાર મોદી સરકાર ને હવે લાગ્યું છે કે મારી ભાજપ ના નામથી દેશ ની જનતા ખૂબ અકળાઈ ગઈ છે હવે 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ને જનતા મત આપશે નહીં તેથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી રઘવાયા બન્યા છે માનસિક કંટ્રોલ જાણે ગુમાવી દીધો છે અને દેશ ની નાની નાની રાજકીય પાર્ટી ઓ સાથે ચુંટણી સમજૂતી કરી રહ્યા છે અત્યાર સુધીમાં 29 જેટલા પક્ષો સાથ જોડાણ કરી ચૂકયા છે પાછલા 2 વર્ષ થી રાજકીય રીતે દુશ્મનો ની જેમ ભાજપ ની નિંદા કરનાર શિવ સેના સાથે પણ અમિત શાહે બંધ બારણે બેઠકો કરી ને ચુંટણી ગઠબંધન કર્યું છે

બિહાર મા ગયા વખતે લોકસભા ચૂંટણી મા જેટલી બેઠકો જીતી હતી તેના કરતાં 5 સીટો ઓછી લઈને નીતીશ કુમાર ને ઘૂંટણિયે પડી ગયા છે. ગુજરાત નો જવાહર ચાવડા નામનો કોંગ્રેસ નો ધારા સભ્ય જે તે સમયે પ્રવચનો દરમિયાન નરેન્દ્ર મોદી ને નંદો ગાંડો નામનું ઉદાહરણ આપીને નરેન્દ્ર મોદી ને ઠેકડી ઉડાવતો હતો તે ભૂલી ને અમિત શાહે અને નરેન્દ્ર મોદીએ જવાહર ચાવડા ને ભાજપ મા જોડી ને રાતોરાત ગુજરાત સરકાર મા મંત્રી બનાવ્યો છે આ દિવસ છે ભાજપ ની સરકાર ના.

Share: