આર્યલેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત

March 13, 2019
 188
આર્યલેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત

આર્યલેન્ડ સામે ૧૫ માર્ચથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની ટીમને જાહેરાત કરી દેવામાં આવી છે. ૧૬ સભ્યોની ટીમમાં સ્પીન બોલર ઝહિર ખાન અને ઝડપી બોલર સઈદ શિરજાદને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ઝહિરને શરૂમાં ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા નહોતા પરંતુ એસીબી તેમની ફિટનેસ રીપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે જયારે ઝહિરને ફીટ જાહેર કરી દેવામાં આવ્યો છે, તો તે દેહરાદુનમાં ટીમની સાથે જોડાશે. તેમના નામે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ૩૪ વિકેટ છે જે તેમને ૩૩.૧૪ ની એવરજથી સાત મેચમાં લીધી છે. જયારે ૨૪ વર્ષીય શિરજાદે ૧૫ પ્રથમ શ્રેણી મેચ રમી છે, આ દરમિયાન તેમને ૨૫.૩૮ ની એવરજથી ૪૯ વિકેટ પોતાના નામે કરી છે.

અફઘાનિસ્તાનના મુખ્ય પસંદગીકર્તા દૌલત અહમદજઈએ ટીમમાં બે ખેલાડીઓને સામે કરતા જણાવ્યું છે કે, ‘ઝહિર ખાન અને સૈયદ શિરજાદ બંનેની પાસે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ઘણા સારા રેકોર્ડ છે અને તે અફઘાનિસ્તાન માટે આઈસીસી ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં રમ્યા છે.”

અમે શરૂઆતી ૧૪ સભ્યો ટેસ્ટ ટીમની જાહેરાત કરતા સમયે ઝહિરની ફીટનેસ રીપોર્ટની રાહ જોઈ રહ્યા હતા અને હવે જયારે તે સંપૂર્ણ રીતે ફીટ છે, તો અમે તેમને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. સૈયદ શિરજાદને ટીમમાં એક વ્યક્તિગત ઝડપી બોલરના રૂપમાં જોડવામાં આવ્યા છે.

આ ભારતમાં અફઘાનિસ્તાનની બીજી ટેસ્ટ હશે, પરંતુ પ્રથમ વખત અફઘાનિસ્તાન કોઈ ટેસ્ટની યજમાની કરશે, કેમકે દેહરાદુનનું મેદાન અફઘાનિસ્તાનનું ઘરેલું મેદાન છે. જયારે બીજી તરફ આર્યલેન્ડ માટે આ તેમનો પ્રથમ વિદેશી ટેસ્ટ પ્રવાસ હશે, આ અગાઉ આર્યલેન્ડે ગયા વર્ષે પાકિસ્તાન સામે ડબલીનમાં પોતાની એક માત્ર ટેસ્ટ રમી હતી.

અફઘાનિસ્તાનની ટીમ આ પ્રકાર છે : અસગર અફગાન (કેપ્ટન), મોહમ્મદ શહેજાદ (વિકેટકીપર), ઇહસાનુલ્લાહ જનત, જાવેદ અહેમદી, રહમત શાહ, નાસીર જમાલ, હસમતુલ્લાહ શાહીડી, ઇકરમ અલી ખીલ, મોહમ્મદ નબી, રાશીદ ખાન, વફાદાર મોમંદ, યામીન અહમેદજઈ, શરાફુદ્દીન અશરફ, વકાર સલામખેલ, ઝહિર ખાન, સઈદ શિરજાદ.

Share: