
અમેરિકી કંપની એપલને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે અને તેમાં જાણવા મળી રહ્યું છે કે, એપલ પોતાના વિડીયો સ્ટ્રીમીંગ સર્વિસ અથવા ઓનલાઈન ટીવી સર્વિસ લોન્ચ કરવાની છે. આશા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કંપની પોતાની આ સર્વિસને ૨૫ માર્ચના કેલિફોર્નિયામાં આયોજીત થનારા એપલ ઇવેન્ટમાં લોન્ચ કરી શકે છે. મીડિયા ઇન્વાઇટમાં કંપનીએ એક લાઈનમાં બસ એટલું લખ્યું છે કે, “it’s show Time;.
માનવામાં આવી રહ્યું છે કે, આ સ્ટ્રીમીંગ સેવાને ગ્લોબલી લોન્ચ કરવામાં આવી શકે છે. આ સેવાના લોન્ચ થયા બાદ Amazon Prime Video અને Netflix જેવી ઓનલાઈન વિડીયો સ્ટ્રીમીંગ સેવાને પડકાર મળી શકે છે. આ સ્વેઆને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે જો કે આ સમયે ૧૦૦૦ દેશોમાં ઉપલબ્ધ છે. કંપનીનો આ નિર્ણય iPhones ની સેલમાં દિવસ-પ્રતિદિવસ આવી રહેલી ગિરાવટ બાદ લેવામાં આવ્યો છે.
જયારે એપલે ઘણા સમય પહેલા આ વિડીયો સ્ટ્રીમીંગ સેવાને શરુ કરવાના વિશેમાં હિંટ આપી દીધી હતી. તેના માટે કંપની ૨ બિલીયન અમેરિકી ડોલર (લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા) ઇન્વેસ્ટ કરવાની તૈયારી કરી રહી હતી. તેના માટે એપલે હોલીવુડના કલાકારોની સાથે ઓનલાઈન કન્ટેન્ટ માટે કરાર કરવાની તૈયારીમાં હતી.