એરટેલ રેફરલ સ્કીમમાં યુઝર્સને મળશે ૧૫૦૦ રૂપિયાનો લાભ

November 30, 2018
 568
એરટેલ રેફરલ સ્કીમમાં યુઝર્સને મળશે ૧૫૦૦ રૂપિયાનો લાભ

ટેલીકોમ કંપની એરટેલે નવી રેફરલ સ્કીમ લોન્ચ કરી છે અને આ સ્કીમ હેઠળ અન્ય નેટવર્ક યુઝર્સને એરટેલ સાથે જોડવા પર વર્તમાન એરટેલ ગ્રાહકોને ૧૫૦૦ રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ કૂપન આપવામાં આવશે. એટલે કે જો એરટેલના પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજી કંપનીના ગ્રાહકને એરટેલ પોસ્ટપેડ રેફર પોલિસી હેઠળ એરટેલ પોસ્ટપેડથઈ જોડશે તો તેમના બીલમાં ૧૫૦૦ રૂપિયા સુધીની છૂટ મળશે. તમને જણાવી દઈએ કે, જિયોના માર્કેટમાં આવ્યા બાદ કંપનીઓ પોતાના ગ્રાહકોને બનાવી રાખવા અને નવા ગ્રાહકોને જોડવા માટે ઘણી ઓફર્સ લોન્ચ કરી રહી છે.

એરટેલ રેફરલ સ્કીમ

આ સ્કીમમાં જો એરટેલ પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજા નેટવર્ક યુઝર્સને એરટેલ પોસ્ટપેડથી જોડાશે તો તેમને પોતાના બીલમાં ૧૫૦ રૂપિયાની છૂટ મળશે. છૂટ ૫૦ રૂપિયાની ત્રણ કૂપન્સ તરીકે મળશે. આ સ્કીમ હેઠળ એક ગ્રાહક વધુમાં વધુ ૧૦ યુઝર્સને રેફર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ સેવાનો લાભ માટે માઈ એરટેલ એપ દ્વ્રારા લઇ શકે છે.

આવી રીતે મળશે લાભ

કંપનીના નવા ગ્રાહકોને પણ આ છૂટનો લાભ મળશે. ત્રણ કૂપન્સ એરટેલ એપ પર લિંક કરેલ નંબરમાં ક્રેડીટ થઈ જશે. તેનો ઉપયોગ બીલની ચુકવણી કરતા સમયે કરવામાં આવી શકે છે. જયારે એરટેલ એપમાં લોગઇન કર્યા બાદ નીચેની તરફ સ્ક્રોલ કરવા પર નોટિફિકેશનમાં ‘Rs. ૧૫૦ Discount on your postpaid bill’ પર ક્લિક કરો. પોતાના રેફરલ કોડની કોપી કરો અને જે પણ એરટેલથી જોડવા ઈચ્છે, તે મિત્રથી શેર કરી દો.

Share: