મમતા બેનર્જીએ મોદી સરકાર પર મુકયો આરોપ, કહ્યું ચુંટણી દરમ્યાન કરાવી શકે છે પાકિસ્તાન પર બીજી એર સ્ટ્રાઈક

March 14, 2019
 1023
મમતા બેનર્જીએ  મોદી સરકાર પર મુકયો આરોપ, કહ્યું ચુંટણી દરમ્યાન કરાવી શકે છે પાકિસ્તાન પર બીજી એર સ્ટ્રાઈક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચુંટણીની તારીખને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મુકયા છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ચુંટણી પ્રક્રિયા એટલા માટે લાંબી રાખવામાં આવી છે કારણ કે મોદી સરકાર આ દરમ્યાન પાકિસ્તાન પર બીજો હુમલો કરીને મતો પર પ્રભાવ પાડી શકે.

કેન્દ્રીય ચુંટણી પંચે ૧૧ એપ્રિલથી લઈને ૨૩ મે સુધી લોકસભા ચુંટણી માટેની સમય મર્યાદા નક્કી કરીને જાહેર કરી છે. તેમજ દેશના મતદાન સાત તબક્કામાં યોજાવવાના છે. જેમાં દરેક સ્થળોએ ઈવીએમ સાથે વીવીપેટ મશીન પણ મુકવામાં આવશે.તેવા સમયે મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે તેમને કેટલાંક પત્રકારો અને સુત્રો દ્વારા માહિતી મળી છે કે સરકાર તેમની યોજના મુજબ પાકિસ્તાન પર બીજો હુમલો કરાવી શકે છે.

મમતાએ કેન્દ્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આ જ કારણે ચૂંટણી પ્રક્રિયા ૧૯ મે સુધી ચાલશે. આ ઉપરાંત મમતા બેનર્જીએ લોકસભા ચુંટણીમાં તેમના પક્ષ ટીએમસીમાંથી વધુમાં વધુ મહિલાઓને ટીકીટ આપવાનો નિર્ણય પણ કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, તેઓ પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકોમાંથી તમામ ૪૨ બેઠકો પર વિજ્ય પ્રાપ્ત કરશે. મમતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ માટે મારા મનમાં ખૂબ જ સન્માનજનક છે. પરંતુ ભાજપ અહીંની સ્થિતિ ખરાબ કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચુંટણી પંચે લોકસભા ચુંટણી ૨૦૧૯ની તારીખોની જાહેરાત કરી દીધી છે . જેમાં લોકસભા ચુંટણી સાત તબક્કામાં ૧૧ એપ્રિલથી લઈને ૧૯ મે સુધી યોજાશે. તેમજ ૨૩ મે ના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.

જેમા આંધ્ર પ્રદેશ, અરુણાચલ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ, કેરળ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, તેલંગણા, તમિલનાડુ, ઉત્તરાખંડ, અંડમન, દાદરા નગર હવેલી, દમણ દી, લક્ષદ્વીપ, દિલ્હી, પુડુચેરીમાં અને , ચંદીગઢ માં મતદાન એક તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો - ૧૧ એપ્રિલ ( ૯૧ બેઠકો )

બીજા તબક્કો - ૧૮ એપ્રિલ ( ૯૭ બેઠકો )

ત્રીજો તબક્કો - ૨૩ એપ્રિલ ( ૧૧૫ બેઠકો )

ચોથા તબક્કો - ૨૯ એપ્રિલ ( ૭૧ બેઠકો )

પાંચમો તબક્કો - ૬ મે ( ૫૧ બેઠકો )

છઠ્ઠો તબક્કો - ૧૨ મે ( ૫૯ બેઠકો )

સાતમો તબક્કો - ૧૯ મે ( ૫૯ બેઠકો)

પરિણામ -- ૨૩ મે

Share: