ચીનની પાકિસ્તાન તરફી નીતી થી નરેન્દ્ર મોદી મૂંગા ગૂંગા થઈ જાય છે 

March 14, 2019
 593
ચીનની પાકિસ્તાન તરફી નીતી થી નરેન્દ્ર મોદી મૂંગા ગૂંગા થઈ જાય છે 

પોતાની 56 ની છાતી છે નું માર્કેટિંગ કરવા વાળા અને દેશ ના ભકતો પણ નરેન્દ્ર મોદીના પડતા બોલ ઝીલ્યા કરતા હોય છે પણ સાચી વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન ની નીતી ઓ થી જાણે એટલા ડરી ગયા છે કે રાજકીય રીતે સામ સામે ચીન ની ભારત વિરોધી નીતિઓ ની સામે એક હરફ સુદ્ધાં ઉચ્ચારી સકતા નથી દેશ ની રેલી સભા ઓ જોર જોર થી બરાડા પાડી ને ભક્તો ને ખુશ કરવા વાળા દેશ ને નુકસાન આપવા વાળા ચીન ને 56 ની છાતી ની બીક બતાવી સકતા નથી કારણ કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પાસે ચીન ને પાઠ ભણાવવા માટે કોઈ વિઝન જ નથી ઉપર થી એવું લાગે છે કે જાણે છે કે ચીન ના કૂકડે થી નરેન્દ્ર મોદી ની સવાર થાય છે અને રાત પડતા ચીન ની સૂચના મળતાં જ મોદી સરકાર સૂઈ જતી હશે અને ચીન જબરજસ્તી થી ભારત પર તેની નીતિઓ થી આક્રમણ કરતું રહેશે અને નરેન્દ્ર મોદી ચીન ને ઝૂલા ઝુલાવતા રહેશે અને આંખો મીચી ને નજર નીચી જ રાખશે.

દેશ મા સરદાર પટેલ સાહેબ નું પૂતળું બનાવવું હોય તો પણ ચીન કે પછી રેલવે હોય કે કોઈ પણ મોટા પ્રોજેક્ટો હોય તો પણ ચીન ચીન ને ચીન જ મોદી ને દેખાય છે દેશ ના જે તે પ્રોજેક્ટો માટે ના કામ માટે ચીન ના અધિકારીઓ તેમના કારીગરો અન્ય સ્ટાફ સાથે ભારત આવે છે અહી રહી ને ભારત ની ઘણી બધી માહિતી ઓ મેળવી ને પાકિસ્તાન ને આપી ને આડકતરી રીતે મદદ કરતા હશે તેવું લાગે છે કારણ કે યુ એન માં ચીને મસૂદ અઝહર ને આતંકી જાહેર ના થવા દીધો અગાઉ પણ 3 વાર ચીને વિટો વાપરી ને મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં અડચણ કરી હતી. પાકિસ્તાન ના આતંકવાદી સંગઠનો ને કારણે ભારત દેશ આડકતરી રીતે બરબાદ જ થાય છે અને આ માટે સાઉદી અરેબિયા. ચીન અને અમેરિકા ની પાકિસ્તાન દ્વારા બધું થઈ રહ્યું હોવા છતા ભારત સરકાર કશું કરી શકતી નથી આ 3 દેશો ની પાકિસ્તાન સાથે ભારત કરતાં વધારે પડતી ભાઈ બંધી ના કારણે કોક વાર જ ચીન અમેરિકા દેખાવ કરવા ઠપકા આપે છે ત્યારે સાઉદી અરેબિયા તો લુચ્ચાઈ ભર્યું વર્તન ચાલુ રાખે છે ત્યારે આ 56 ની છાતી વાળા નરેન્દ્ર મોદી ને સમગ્ર વિશ્વ ના બીજા દેશો ને સાચી હકીકત કહેવી જોઈએ પણ હંમેશ માટે ચૂપ રહેવા માટે જ સત્તા પર બેસવા નો કોલ આ 3 દેશો ને આપ્યો હોય તેમ વડા પ્રધાન તરીકે કાગળ ઉપર ના વાઘ નરેન્દ્ર મોદી લાગે છે

Share: