વાંચો... મોદી સરકારને હજુ પણ સતાવી રહ્યો છે શેનો ભય

March 14, 2019
 1046
વાંચો... મોદી સરકારને હજુ પણ સતાવી રહ્યો છે  શેનો ભય

કેન્દ્ર સરકારે રોજગારી અને નોકરીઓ આંકડા દર્શાવતા એક રીપોર્ટને દબાવી દીધો છે. જેમાં મુદ્રા યોજના હેઠળ કેટલી રોજગારી અને નોકરી ઉત્તપન્ન થઈ તે આંકડા જાહેર કરવાના સમયગાળામાં બે મહિનાની વૃદ્ધી કરી દીધી છે. આ પૂર્વે શ્રમ મંત્રાલયે પણ આંકડા છુપાવવાની કોશિષ કરી હતી.

એક અંગ્રેજી સમાચાર પત્રના સમાચાર મુજબ દેશના નોકરીઓ અને રોજગાર દર્શાવતી ત્રીજી રીપોર્ટને સરકારે દબાવી દીધી છે. તેમજ તેમાં જે આંકડા એકત્ર કરવામા આવ્યા છે તેમાં ખામી જોવા મળી હતી અને તેની બાદ હવે આ રીપોર્ટ બે મહિના બાદ પ્રકાશિત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

આ પૂર્વે મોદી સરકારે નેશનલ સેમ્પલ સર્વેના અહેવાલને રદ કરવા માટે લેબર બ્યુરોનો અહેવાલના ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. પરંતુ આ અંગે મળેલી બેઠકમાં લેબર બ્યુરોની રીપોર્ટને બનાવવા માટે એકત્ર કરવામાં આવેલા આંકડામા ખામી દેખાતા હવે આ રીપોર્ટ બે મહિના બાદ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સમિતિએ શ્રમ મંત્રાલય સાથે મંજુરી માંગી હતી. જેને મંજુરી પણ મળી છે. તેમજ આ દરમ્યાન રવિવારે લોકસભા ચુંટણીની જાહેરાત થતા હવે આ અહેવાલ ચુંટણી બાદ જ રજુ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, સીએમઆઈઈના અહેવાલ મુજબ દેશના બેરોજગારીનો દર સૌથી વધારે છે. પરંતુ મોદી સરકારે હજુ સુધી એનએસએસઓ કે લેબર બ્યુરોના એક પણ અહેવાલને પ્રકાશિત કર્યો નથી. આ બંને રીપોર્ટના મોદી સરકારને ઘટતી રોજગારી સામે આવી જવાનો ભય સતાવી રહ્યો છે.

Share: