લોકસભા ચૂંટણી મા ભાજપ ની સ્થિતિ

March 14, 2019
 291
લોકસભા ચૂંટણી મા ભાજપ ની સ્થિતિ

૨૩ એપ્રિલ ના રોજ ગુજરાત ના ૪.૬૦ ચાર કરોડ સાઈઠ જેટલા મતદારો લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે અને આ મતદાન વખતે મતદાન કરતી વખતે ધ્યાન મા રાખી ને મતદારે મત આપવો જોઈએ કારણ કે ગઈ વખતે ૨૦૧૪ મા ગુજરાત રાજ્ય મા ઘણા ખરા મતદારે અતી ઉત્સાહ મા પોતાના મત ને જાણે વેડફી નાખ્યો હતો કારણકે ગુજરાત ના મતદારો ને એ વાત નો આનંદ હશે આપણો ગુજરાતી માણસ નરેન્દ્ર મોદી ભારત ના વડા પ્રધાન બનશે તો ગુજરાત સ્વરગલોક લેવું થઈ જશે. પણ આ વખતે આવી ભૂલ મતદાર નહિ કરે તેવું ચોક્કસ થી લાગી રહ્યું છે ત્યારે આજે હું અમદાવાદ શહેર ની 2 લોકસભા બેઠક જે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક ની વાત કરું તો હાલ અમદાવાદ મા બંને સાંસદો ભાજપ ના છે આમ તો સમગ્ર ગુજરાત ની 26 છવિસ બેઠકો ઉપર ભાજપ જીત મેળવી હતી પણ હવે આ વખતે ભાજપ ના ઉમેદવારો ને મતદારો તરફ થી જાકારો જ મળશે તેવું ચોક્કસ લાગે છે ત્યારે ભાજપ ના 2 સંસદ સભ્ય તરીકે કિરીટ સોલંકી અને પરેશ રાવલ ની વાત કરી એ તો કિરીટ સોલંકી ૧૦ ટકા જેટલા પોતાના મત ક્ષેત્ર માં એક્ટિવ ગણાય છે પણ તેમનો ઘમંડી અને મતદારો ના જાણે રાજા કે માલિક હોય તેવો સ્વભાવ ધરાવે છે.

તેના કારણે આ વખતે ભાજપ તરફ થી ઉમેદવાર તરીકે કિરીટ સોલંકી હોય કે અન્ય કોઇ પણ ઉમેદવાર હોય તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવી હાલત જ છે કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યાર થી જ રાજુ ભાઈ પરમાર નામના શક્તિ શાળી અને 2 વખત રાજ્ય સભા મા સંસદ તરીકે રહી ચૂકેલા જૂના કોંગ્રેસી નેતા છે જે અત્યાર થી જ સમગ્ર મત વિસ્તાર માં જે તે આગેવાનો ને મલી રહ્યા છે અને જનતા ની ભાજપ તરફ ની રીસ ના કારણે આ વખતે ખૂબ આસાની થી આ અમદાવાદ પશ્ચિમ ની લોકસભા સીટ પર વિજય મેળવી લેશે તેવી મહેનત રાજુ ભાઈ પરમાર કરી રહ્યા છે જ્યારે અમદાવાદ પૂર્વ ના સાંસદ પરેશ રાવલ માત્ર કહેવા ખાતર કાગળ ઉપર ના સાંસદ છે તેમને પોતાના મત વિસ્તાર માં જનતા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નથી અરે ભાજપ ના સંગઠન ના કાર્યકરો સાથે પણ કોઈ પ્રકાર ની ઓળખાણ નથી જેથી સમગ્ર મત વિસ્તાર ના ભાજપ કાર્યકરોએ પરેશ રાવલ થી ખુબ નારાજ છે મતદારો તો હેરાન પરેશાન હોવાથી આ સીટ પર થી કોંગ્રેસ ના જે પણ ઉમેદવાર હશે તે થોડી ઘણી મહેનત કરશે અને ઉમેદવાર અમદાવાદ શહેર માં રહેતા હશે તો સોનામાં સુગંધ ભળે તેવી રીતે અમદાવાદ પૂર્વ વિસ્તાર ની જનતા તેમને વધાવી લેશે એવી ગણતરી હું વિચારી રહ્યો છું માટે કોંગ્રેસ પાર્ટી અમદાવાદ મા રહેતા યુવા નેતા ને ઉમેદવાર બનાવશે તો તે પણ ચોક્કસ થી જીતી જશે તેવું લાગે છે આ વખતે કોંગ્રેસ પાર્ટી ના અમદાવાદ ખાતે ના તમામ કાર્યકરો મા પુરે પુરો ઉત્સાહ છે અને આ ઉત્સાહ ને વધાવી લેવા માટે હવે મારા મતે એ આઈ સી સી ના પ્રવકતા કે જેનાથી ભાજપ ના સંબીત પાત્ર પણ ત.. ત.. ફ..ફ. થઈ જાય છે અને ગયા વખતે ૨૦૧૭ ની ગુજરાત વિધાન સભા ની ચુંટણી માં ભાજપ આઈ ટી સેલ ને પછાડ નાર તેમજ રાહુલ ગાંધી એ જેમની પ્રશંસા કરી છે તે રોહન ગુપ્તા જી ને લોકસભા ટિકિટ આપે તો તેમનો વિજય પાકો સમજાય તેમ છે જય હો.

Share: