એરટેલના આ નવા પ્લાનમાં ૭૦ દિવસ સુધી મળશે આટલો ડેટા

March 14, 2019
 656
એરટેલના આ નવા પ્લાનમાં ૭૦ દિવસ સુધી મળશે આટલો ડેટા

એરટેલે થોડા સમય પહેલા પોતાના પ્રીપેડ પ્લાન્સમાં ફેરફાર કર્યો હતો. હવે કંપનીએ એક નવો ૩૯૮ રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં ગ્રાહકોને ૭૦ દિવસની વેલીડીટી દરમિયાન ટોટલ ૧૦૫ જીબી ડેટા મળશે સાથે આ પ્લાનમાં વોઈસ કોલિંગ અને એસએમએસના ફાયદા પણ ગ્રાહકોને મળશે. સામાન્ય તરીકે એરટેલના બધા કોમ્બો પ્લાન્સમાં દરરોજ ૧૦૦ એસએમએસ આપવામાં આવે છે, તેમ છતાં આ પ્લાનમાં ટ્રેન્ડથી હટી દરરોજ ૯૦ એસએમએસ આપવામાં આવશે તેના સિવાય કંપનીએ ૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે આ પ્લાનમાં હવે ૮૪ દિવસની વેલીડીટી દરમિયાન દરરોજ ૧ જીબી ડેટા આપવામાં આવશે.

એરટેલના ૩૯૮ રૂપિયા વાળા પ્લાનના વિશેમાં વિસ્તારથી વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે. તેના સિવાય કોઈ પણ નેટવર્ક પર અનલીમીટેડ વોઈસ કોલ્સ અને દરરોજ ૯૦ એસએમએસ આપવામાં આવશે. બીજી તરફ ૩૯૮ રૂપિયા વાળા પ્લાનની સરખામણીમાં ૩૯૯ રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં ૭૦ અને ૮૪ દિવસની વેલીડીટી અલગ-અલગ યુઝર્સને મળે છે.

તમને જણાવી દઈએ કે, એરટેલનો થોડા દિવસો પહેલા જ ૩૬૫ દિવસના માટે એક પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ સાથે દરરોજ ૧ જીબી ડેટા મળશે. એરટેલ સિવાય આ પ્લાનની કિંમત ૧૬૯૯ રૂપિયા છે. એવામાં જોવા રહેશે કે, આ નવા પ્લાનથી કંપનીને માર્કેટથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: