દુનિયામાં રહેલી કેટલીક જેલોના વિશેમાં તમે ચોક્કસપણે સાંભળ્યું હશે કે, ત્યાના કેદીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તેમને થર્ડ ડિગ્રી આપી ટોર્ચર કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવી જેલના વિશે બતાવવા જઈ રહ્યા છે, તેને દુનિયાની સૌથી ખતરનાક જેલ કહેવામાં આવે છે. આ જેલમાં દરેક સમયે કેદીઓનું જીવન જોખમમાં હોય છે.
2. ગીતારામા સેન્ટ્રલ જેલ
આ જેલનું નામ ગીતારામા સેન્ટ્રલ જેલ છે અને આ આફ્રિકી દેશ રવાંડામાં છે. કહેવામાં આવે છે કે, આ જેલમાં સુરક્ષાકર્મી કેદીઓની નુકસાન પહોંચાડતા નથી, પરંતુ કેદીઓ જ એક બીજાને જાનથી મારી નાખતા હોય છે અને તેમના મૃતદેહને પણ ખાઈ જાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ જેલની ક્ષમતા ૬૦૦ કેદીઓને રાખવાની છે, પરંતુ અહીં ૭૦૦૦ થી પણ વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે.
3. ગીતારામા સેન્ટ્રલ જેલ
કહેવામાં આવે છે કે, આ જેલમાં કેદીઓને રહેવાની જગ્યા એટલી ઓછી છે કે, તેમને દિવસ-રાત્રી ઉભા-ઉભા જ પસાર કરવી પડે છે. તેના કારણે અહીં કેદી જલ્દી જ કોઈના કોઈ બિમારીની ઝપેટમાં આવી જાય છે અને તેનું અવસાન થઈ જાય છે.
4. ગીતારામા સેન્ટ્રલ જેલ
એક રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો આ જેલમાં દરરોજ ૮ લોકોનું બિમારીના કારણે અવસાન થઈ જાય છે. ઘણી માનવાધિકાર સંસ્થાઓ સમય-સમય પર આ જેલની પ્રશાસનિક વ્યવસ્થા પર સવાલ પણ ઉભા કરે છે, પરંતુ આવું હોવા છતાં કેદીઓના જીવનધોરણમાં કોઈ સુધાર આવ્યો નથી.