હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ નો બોલ પર મળશે ફ્રી હીટ

March 14, 2019
 172
હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ નો બોલ પર મળશે ફ્રી હીટ

એમસીસી વર્લ્ડ ક્રિકેટ સમિતિએ ટેસ્ટ ક્રિકેટને રસપ્રદ બનાવવા માટે કેટલીક ભલામણ કરી છે જેમાં સમય બરબાદ થવાને રોકવા માટે ‘શોટ કલોક’ લગાવવો જોઈએ, શરૂઆતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે માનક બોલનો ઉપયોગ અને નો-બોલ માટે ફ્રી હીટ જેવી ભલામણો સામેલ છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈક ગેટિંગની અધ્યક્ષતા વાળી સમિતિએ ગયા અઠવાડિયે બેંગ્લોરમાં થયેલી બેઠકમાં ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક ફેરફારની ભલામણ કરી હતી. આ સમિતિમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ સામેલ છે. આ પ્રસ્તાવોને એમસીસીએ પોતાની વેબસાઈટ પર પ્રસ્તુત કર્યા છે.

પાંચ દિવસના પ્રારૂપમાં ધીમી ઓવર ગતિ નિયમિત પ્રક્રિયા છે જેનાથી ચાહકો રમતથી થોડા દુર થઈ રહ્યા છે એટલા માટે એમસીસી સમિતિએ ‘શોટ કલોક’ આરંભ કરવાની જરૂરત વ્યક્ત કરી છે.

એમસીસીએ જણાવ્યું છે કે, “જયારે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના ચાહકોથી ટેસ્ટ ક્રિકેટમાં ચાહકોની ઓછી ભાગીદારીના મુખ્ય કારણોને પૂછવામાં આવ્યું તો ૨૫ ટકા ચાહકોએ ધીમી ઓવર ગતીની વાત કરી હતી.

તેમને જણાવ્યું હતું કે, “આ દેશોમાં સ્પિનર ઓછી ઓવર ફેંકે છે. એક દિવસમાં પૂરી ૯૦ ઓવર પણ ફેંકાતી નથી, એટલું જ નહીં વધારાની ૩૦ મિનીટ પણ લેવામાં આવે છે.”

એમસીસીએ જણાવ્યું છે કે, “જયારે ડીઆરએસ પણ પણ વિલંબ માટે જવાબદાર છે. સમિતિને લાગે છે કે, રમત ઝડપ વધારવા માટે કેકલાક પગલા ઉઠાવવા જોઈએ.”

Share: