રાહુલ ગાંધીએ કહ્યું ' કમજોર મોદી' શી જીનપીંગથી કેમ ડરી ગયા, કેમ રહ્યાં મૌન 

March 14, 2019
 1084
રાહુલ ગાંધીએ કહ્યું ' કમજોર મોદી' શી જીનપીંગથી કેમ ડરી ગયા, કેમ રહ્યાં મૌન 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જેશ એ મોહમ્મદના વડા મસુદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને ચીન વીટો પાવર વાપરીને અટકાવી દીધો છે. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે' કમજોર મોદી, શી જીન્પીંગથી આટલા બધા ડરી ગયા કે ભારત વિરુદ્ધ ચીને કદમ ઉઠાવ્યું અને તેમના મુખમાંથી એક પણ શબ્દ ના નીકળ્યો.

રાહુલ ગાંધીએ આગળ લખ્યું હતું કે ' ચીન ને લઈને નમોની કુટનીતિ

૧ ગુજરાતમાં શી જીન્પીંગ સાથે હીંચકામાં ઝૂલો

૨. શી જીન્પીંગને દિલ્હીમાં ગળે મળો

૩. ચીનમાં શી જીન્પીંગ સામે ઝૂકી જાઓ

આ ઉપરાંત કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ' આતંકવાદ વિરુદ્ધ સમગ્ર દેશને ત્યારે આધાત લાગ્યો જયારે કાલે રાત્રે ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર રોક લગાવી દીધી હતી.

તેમણે કહ્યું કે પીએમ મોદી ચીન અને પાકિસ્તાનને લાલ આંખ કરી ડરાવવાની વાત કરે છે તે મોદીજી હવે ક્યા ચાલ્યા ગયા છે. તેમજ દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા પર કમજોર પ્રધાનમંત્રી અને સરકાર રમત રમી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કવાયતને ફરી એકવાર ફટકો પડ્યો છે કારણ કે ચીને વીટો વાપરીને પ્રસ્તાવ અટકાવી દીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ‘1267 અલ કાયદા સેંક્શન્સ કમિટી’ હેઠળ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ ૨૭ ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ રજુ કર્યો હતો.

છેલ્લા ૧૦ વર્ષમાં યુએનમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાનો આ ચોથો પ્રસ્તાવ હતો. કમિટી સામાન્ય સહમતિથી નિર્ણય લે છે. આ અગાઉ ૨૦૧૭ માં પણ ચીને અડિંગો લગાવીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા બચાવ્યો હતો. તે સમયે ચીને કહ્યું હતું કે તે ખુબ બીમાર છે. એક્ટિવ નથી. ચીને એમ પણ કહ્યું હતું કે મસૂદ અઝહરે જૈશ એ મોહમ્મદ સાથે પોતાની લિંક ખતમ કરી લીધી છે.

Share: