મુંબઈમાં ક્સાબ બ્રીજ તરીકે ઓળખાતો ફૂટ ઓવરબ્રીજ તૂટી પડયો, ૬નાં મોત

March 15, 2019
 995
મુંબઈમાં ક્સાબ બ્રીજ તરીકે ઓળખાતો ફૂટ ઓવરબ્રીજ  તૂટી પડયો,  ૬નાં મોત

મુંબઈના સીએસટી રેલ્વે સ્ટેશન નજીક ફૂટ ઓવરબ્રીજ દુર્ઘટનામાં માર્યા ગયેલાની સંખ્યા વધીને ૬ થઈ છે. જેમાં ૩૩ લોકો ઘાયલ થયા છે. ગત મોડી રાત્રે રેલ્વે ઓવરબ્રીજ તૂટી પડતા તેની પર ચાલી રહેલા અને નીચેથી પસાર થઈ રહેલા લોકો તેના કાટમાળમાં ફસાયા હતા.

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલ્વે સ્ટેશન નજીકના ફૂટ ઓવર બ્રીજને ક્સાબ બ્રીજના નામે પણ ઓળખવામાં આવે છે. આ બ્રીજનું ૬ મહિના પૂર્વે ઓડીટ કરવામાં આવ્યું હતું.જેમાં તેને વપરાશ માટે યોગ્ય ગણવામાં આવ્યો હતો. તેની બાદ જ દુર્ઘટના ઓડીટ અને બાંધકામ પર અનેક સવાલો ઉભા કરે છે.

આ દુર્ઘટનામા બીએમસી કમિશ્નર અજોય મેહતાએ કહ્યું છે કે મેં આ બ્રીજના તમામ દસ્તાવેજની કસ્ટડી માંગી છે. જે દ્સ્તાવેજના તપાસ બાદ જ આગળ નિર્ણય લેવામાં આવશે. તેમજ તેમાં બેદરકારી દાખવનાર પર સખ્ત કાર્યવાહી પણ કરવામા આવશે.

જો કે આ દુર્ઘટના સમાચાર મળતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા પણ કરી હતી. તેમજ આ દુર્ઘટના માટે જ્વાબદાર તમામ લોકો સામે સખ્ત કાર્યવાહી કરવાની બાંહેધરી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે, આ બ્રીજ પ્રથમ વાર ૨૬/૧૧ ના આતંકી હુમલા સમયે ચર્ચામાં આવ્યો હતો. આ બ્રીજનો ઉપયોગ આતંકી અઝમલ આમીર કસાબ અને ઈસ્માઈલ ખાને કર્યો હતો. હુમલા બાદ આ બ્રીજને લોકો કસાબ બ્રીજથી ઓળખવા લાગ્યા હતા. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ આ બ્રીજથી પરથી પસાર થઈને બંને આતંકીઓ સીએસટીના પેસેન્જર હોલમાં પહોંચીને અંધાધુધ ગોળીબાર કર્યો હતો. તેમજ ભીડ પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ બ્રીજ પર અઝમલ કસાબનો ફોટો મુંબઈના પત્રકાર સેબેસ્ટીયન ડીસોઝાએ ક્લિક કરી હતી. જે બાદમાં તેને સજા અપાવવા માટે મદદગાર સાબિત થઈ હતી.

Share: