નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ઓફિસની બહાર બોર્ડ માર્યું.

March 15, 2019
 675
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ઓફિસની બહાર બોર્ડ માર્યું.

આજકાલ નિતિન પટેલ ખુબ ચર્ચામાં છે. જવાહર ચાવડા, યોગેશ પટેલ અને હકુભા જાડેજાએ મંત્રીપદ ના શપથ લીધા ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હજુ મંત્રીમંડળ માં બીજા મંત્રીઓ લેવાના છે તેમ કરી ભાજપના ધારાસભ્યો ના અસંતોષ માં જાણે બળતામાં ઘી ધોમવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા એકાદ દિવસથી સચિવાલયમાં ફરી નિતિન પટેલ ચર્ચામાં આવ્યા છે. કેમ કે, તેમણે ઓફિસ ની બહાર બોર્ડ માર્યું છે કે, બદલી અને અન્ય કામોની ભલામણ માટે આવવું નહિ. સવાલ છે કે, લોકસભાની ચૂંટણી અને માણાવદર , ધ્રાગધ્રા , તલાલા ની પેટાચૂંટણીઓને લઈને રાજ્યમાં આચરસંહિતા અમલી બની છે.

ભાજપના કાર્યકરો એટલા પણ અણસમજુ નથી કે, આચારસંહિતા વચ્ચે બદલી અને કામો કરવા રાજકીય ભલામણો કરાવવા નાયબ મુખ્યમંત્રી ની ઓફિસના આંટાફેટા મારે પણ આ બોર્ડ થકી નિતિન પટેલે એવો સંકેત આપ્યો છે કે, ભાજપ કાર્યકરો સૌથી વધુ મારી પાસે કામ કરાવવા આવે છે.

Share: