પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડશે ?..જાણો

March 15, 2019
 456
પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડશે ?..જાણો

લોકસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણીમાં મેદાને ઉતારવા ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે. છેલ્લા બે દિવસ થી ભાજપના નિરીક્ષકો દાવેદારો ને સાંભળીને શોધી રહી છે. અમદાવાદ માં ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના નિરીક્ષકો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ઉપરાંત ગાંધીનગર બેઠક માટે દાવેદારો ને સંભાળી રહ્યા છે. આજે અમદાવાદ પશ્ચિમની બેઠક માટે સ્થાનિક આગેવાનો ના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ ની બેઠક પર વર્તમાન સાંસદ કિરીટ સોલંકીનો જોરદાર વિરોધ થી રહ્યો છે.

જોકે, ગાંધીનગર બેઠક પર અડવાણીનું પત્તુ આ વખતે કપાઈ શકે છે. જેથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ આ બેઠક પર ટિકિટ મળે તેવી શક્યતા છે.

Share: