આતંકવાદીઓ માટે અજિત ડોભાલ નરેન્દ્ર મોદી નું કૂણું વલણ કેમ છે?

March 15, 2019
 250
આતંકવાદીઓ માટે અજિત ડોભાલ નરેન્દ્ર મોદી નું કૂણું વલણ કેમ છે?

સમગ્ર દેશ અને દુનિયા એ જોયું છે કે ભારત મા પઠાણકોટ માં મીલીટરી કેમ્પ પાસે પાકિસ્તાન થી આવેલા આતંકવાદીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પઠાણકોટ હુમલા ની તપાસ માટે પાકિસ્તાન નું કહેવાતું આતંકવાદી સંગઠન આઈ એસ આઈ ને આ હુમલા ની તપાસ માટે ભારત માં બોલાવ્યું હતું ત્યાર બાદ દેશ અને દુનિયામાં રાજકીય પક્ષો અવાક્ થઈ ગયા હતા અને ભારત માં પણ રાજકારણ ગરમાયું હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર પસ્તાળ પડી હતી અને આ ફેંસલો કેમ લીધો હતો તેનો વિપક્ષે જવાબ માંગ્યો હતો પણ નરેન્દ્ર મોદી પોતે ભૂલ કરી બેસે છે ત્યારે ચૂપ થઇ જાય છે તેમ ચૂપ રહ્યા હતા. મુખ્ય કારણ એ છે કે વડા પ્રધાન ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને નરેન્દ્ર મોદી બન્ને વચ્ચે અંદર ખાને પાકિસ્તાન ના મસૂદ અઝહર હોય કે હાફિઝ સઇદ હોય એ લોકો માટે કૂણું વલણ હશે એટલેજ સત્તા પર બેઠા પછી નરેન્દ્ર મોદીએ તેમના પ્રિય અને માનીતા સિનિયર પત્રકાર ને પાકિસ્તાન મોકલ્યા હતા અને તેમને હાફિઝ સઇદ ના હેડ કવાર્ટર સુધી પહોંચી ને મુલાકાત કરી હતી ત્યારે પણ દેશ મા ચર્ચા હતો કે નરેન્દ્ર મોદીએ જ આ સિનિયર પત્રકાર ને આ આતંકવાદી ને માલવા માટે મોકલ્યા છે તેથી જ આ પત્રકાર ને દેશ ના કે પી એમ ઓ ના કાયદા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની પૂછ પરછ કરવા મા આવી નહોતી.

નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ અઝહર મસૂદ માટે કૂણું વલણ રાખી ને ઇન્ટર વ્યુ આપી ને કહ્યું હતું કે મસૂદ ને વિસ્ફોટકો બનાવતા કે નિશાન લઈ ને ગોળી બાર કરતા આવડતું નથી. અજિત ડોભાલ નું આ નિવેદન કે પછી હાફિઝ સઇદ ને મળવા ગયેલા ભારત ના સિનિયર પત્રકાર કે દેશ ની કોઈ પણ એજન્સી ને પૂછ્યા વગર પોતાના અધિકાર થી સીધે સીધા પાકિસ્તાન ના વડા પ્રધાન નવાઝ શરીફ ને મળવા જનાર અને કેક કાપીને આવનાર તથા પાકિસ્તાન ની સાડી ને પોતાની માતા ને પહેરવનાર નરેન્દ્ર મોદી નું અને રાષ્ટ્ર ની તેમજ વડા પ્રધાન ની સુરક્ષા ની ફરજ બજાવતા અજિત ડોભાલ નું પાકિસ્તાન ના 2 ખતરનાક આતંક વાદી ઓ માટે આટલું બધું કૂણું વલણ કેમ રહ્યું છે તે ખબર પડતી નથી રેલીઓ સભા મા ગર્જના કરનાર નરેન્દ્ર મોદી અને ભાજપ આરએસએસ દ્વારા જ્યારે પી ડી પી સાથે જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકાર બનાવવા ભાગીદારી કરી ત્યારે પણ સાફ દેખાતું હતું કે ચુંટણી પ્રચાર વખતે પી ડી પી ને નરેન્દ્ર મોદી એમ કહે છે કે આ પાર્ટી આતંકવાદીઓ તરફ રહેમ નજર રાખે છે તો તેમની પણ રહેમ નજર હોય તો જ બે એક જેવી પાર્ટી ગઠ બંધન કરે?? કાંધાર મા આતંકવાદીઓ ને છોડનાર અટલ બિહારી વાજપેયી સરકાર અને મુફ્તી મોહમ્મદ સઈદ ના પરિવાર ની વ્યક્તિ ને પકડનાર લોકો સાથે પણ સમાધાન કારી વલણ કરનાર આ લોકો ના શાસન દરમિયાન કંઇક રંધાઈ રહ્યું હોય તેવી ગંધ આવે છે અને તે વિશે જ્યારે સત્ય બહાર આવે ત્યારે સાચું.

Share: