કઈ મજબૂરી થી ચીન ની સામે નીચી નજરે મોદી રેડ કાર્પેટ કેમ પાથરે છે??

March 15, 2019
 335
કઈ મજબૂરી થી ચીન ની સામે નીચી નજરે મોદી રેડ કાર્પેટ કેમ પાથરે છે??

યુએન માં જ્યારે પણ ભારત દેશ પાકિસ્તાન ના આતંકવાદી ના પુરાવા રજૂ કરે કે તે વિશે વાત કરે ત્યારે ચીન હમેશા ભારત ની વિરોધ મા આવી જાય પાકિસ્તાન ની આતંકવાદી સંગઠનો ને ક્લીન ચીટ આપી ને યું એન માં ખોટું સાબિત કરવાના પ્રયત્નો કરતું રહે છે છતાં પણ છેલ્લા 5 વર્ષ થી ચીન માટે આંધળો પ્રેમ વ્યક્ત કરનાર ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને ભારતીય નાગરિક તરીકે શર્મ કેમ આવતી નથી. ભાજપ ના ચીન પ્રેમ ની વાત કરું તો ગુજરાત ની ભાજપ સરકાર તો ગરીબ કલ્યાણ મેળામાં પણ ૫૦/૧૦૦ રૂપિયા ની હલકી ગુણવત્તા ની વસ્તુઓ ચીન થી ખરીદી ને ગરીબો ને આપે છે.

બિલકુલ હલકી કક્ષા ની સરદાર પટેલ સાહેબ ની મૂર્તિ પણ ચીને બનાવી છે જે હું ગેરંટી સાથે કહી રહ્યો છું કે આ મૂર્તિ કે બાવલું કે પૂતળું ૫૦ વર્ષ પણ ચાલશે નહીં અને આવનાર ૫/૭ વર્ષ મા જ મૂર્તિ મા કરોડો રૂપિયા નું રિપેર કામ આવશે જ. એક તરફ વિટો વાપરી ને ચીન દ્વારા અઝહર મસૂદ ને આતંકી જાહેર થવા ના દીધો. વળી પાછું ભારત ના યુદ્ધ વિમાન સામે લડવા ભારત ના યુદ્ધ વિમાન થી શક્તિ શાળી વિમાન પાકિસ્તાન ને બનાવી આપવાની વાતો કરનાર ચીન ની સામે નરેન્દ્ર મોદી દ્વારા એક શબ્દ બોલવાની નૈતિક હિંમત નથી માત્ર ભારત ના અંધ ભક્તો સામે જ બૂમ બરાડા અને લવારા કરવા માટે જ ખુરશી ઉપર બિરાજમાન થયા છે નરેન્દ્ર મોદી ના આ વર્તન થી તેમના મા દેશ ભક્તિ ની જગ્યાએ તો મને ચીન ની ભક્તિ જ દેખાઈ રહી છે જે વ્યક્તિ રાજનીતિ માટે પોતાની માતા ને પાકિસ્તાન ની સાડી લેવા કે પહેરવા મજબૂર કરે અને દુશ્મન દેશ ના આતંકી સંગઠનો ને ભારત મા હુમલા ની તપાસ માટે બોલાવે તે વ્યક્તિ ના દિલ માં દેશ પ્રેમ ક્યાંથી હોય.

Share: