૪જી ડાઉનલોડ સ્પીડમાં રિલાયન્સ જિયો રહ્યું ટોપ પર

March 15, 2019
 705
૪જી ડાઉનલોડ સ્પીડમાં રિલાયન્સ જિયો રહ્યું ટોપ પર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્રેબુઆરી મહિનાના ૪જી ડાઉનલોડ સ્પીડના આંકડાને જાહેર કરી દીધો છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આંકડાના મુજબ એવરજ ૪જી ડાઉનલોડ સ્પીડમાં રિલાયન્સ જિયો સૌથી આગળ રહ્યું છે. ફ્રેબુઆરી મહિનામાં જિયોની એવરજ ડાઉનલોડ સ્પીડ ૨૦.૯ એમબીપીએએસ નોધવામાં આવી હતી, જે જાન્યુઆરી મહીનાના ૧૮.૮ એમબીપીએસ સ્પીડથી વધુ રહી હતી. ટ્રાઈ દ્વ્રારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, ભારતી એરટેલની ડાઉનલોડ સ્પીડ ફ્રેબુઆરીમાં ૯.૫ એમબીપીએસથી ઘટીને ફ્રેબુઆરીમાં ૯.૪ એમબીપીએસ થઈ ગઈ છે જોકે વોડાફોન અને આઈડિયા સેલ્યુલરના કારોબરનું વિલીકરણ થઈ ગયું છે અને તે હવે વોડાફોન આઈડિયાના રૂપમાં કામ કરી રહી છે.

વોડાફોન નેટવર્કની એવરજ ૪જી ડાઉનલોડ સ્પીડ જાન્યુઆરીના ૬.૭ એમબીપીએસથી વધીને ફ્રેબુઆરીમાં ૬.૮ એમબીપીએસ થઈ ગઈ છે. આઈડિયાએ પણ જાન્યુઆરી ૫.૫ એમબીપીએસ સ્પીડમાં સામાન્ય સુધાર જોવા મળ્યો છે. ફ્રેબુઆરીના મહિનામાં તેમની એવરજ ડાઉનલોડ સ્પીડ ૫.૭ એમબીપીએસ થઈ ગઈ છે. ફ્રેબુઆરીમાં વોડાફોન ૪જી અપલોડ સ્પીડમાં નંબર વન પર રહેલી છે. પ્રથમ સ્થાન તેને આઈડિયાને પાછળ છોડી પ્રાપ્ત કર્યું છે. જાન્યુઆરીમાં આઈડિયા અપલોડ સ્પીડમાં નંબર વન પર હતું. વોડાફોનની ૪જી અપલોડ સ્પીડ છેલ્લા મહીને ૫.૪ એમબીપીએસથી વધીને ફ્રેબુઆરીમાં ૬.૦ એમબીપીએસ નોંધાઈ હતી.

ફ્રેબુઆરીમાં આઈડિયા અને એરટેલ નેટવર્કની એવરજ ૪જી અપલોડ સ્પીડમાં સામાન્ય ગિરાવટ જોવા મળી છે. આઈડિયાની ૪જી અપલોડ સ્પીડ ૫.૬ એમબીપીએસ અને એરટેલની ૩.૭ એમબીપીએસ રહી હતી. ટ્રાઈ દ્વ્રારા એવરજ સ્પીડની ગણતરી આંકડાના આધાર પર કરવામાં આવે છે જે વાસ્તવિક સમયના આધાર પર માઈસ્પીડ એપ્લીકેશનની મદદથી એકત્ર કરવામાં આવે છે.

Share: