બીએસએનએલ પોતાના યુઝર્સને આપશે ફરી બ્રોડબેન્ડ, જાણો તેના ફાયદા

March 16, 2019
 605
બીએસએનએલ પોતાના યુઝર્સને આપશે ફરી બ્રોડબેન્ડ, જાણો તેના ફાયદા

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ આ દિવસોમાં ક્રાઈસીસમાં છે અને આ વાત કોઈનાથી છુપાયેલી નથી. કર્મચારી પરેશાન છે અને તેની બંધ થવાની પણ અફવાઓ ચાલી રહી છે. તેમ છતાં, કંપનીએ પોતાના લેન્ડલાઈન કસ્ટમર્સને એક ઓફર આપી છે. પોતાના લેન્ડલાઈન યુઝર્સ માટે બીએસએનએલે ફ્રી બ્રોડબેન્ડ સર્વિસને લોન્ચ કરી છે. પોતાના લેન્ડલાઈન યુઝર્સ માટે બીએસએનએલે ફ્રી બ્રોડબેન્ડ સર્વિસને લોન્ચ કરી છે જેના હેઠળ યુઝર્સથી કોઈ ઇન્સ્ટોલેશન ચાર્જ લેવામાં આવી રહ્યો નથી. યુઝર્સને ૧૦ એમબીપીએસ સ્પીડની સાથે પ્રતિદિવસ ડાઉનલોડ માટે ૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં બીએસએનએલે પોતાના એનુઅલ બ્રોડબેન્ડ પ્લાન પર આપવામાં આવનાર ૨૫ ટકા કેશબેક ઓફરને પણ ૩૧ માર્ચ સુધી વધારી દીધી છે જે પહેલા માત્ર ૩૧ ડીસેમ્બર સુધી જ ઉપલબ્ધ હતી. તેના સિવાય વર્તમાન બીએસએનએલ બ્રોડબેન્ડ યુઝર્સ જે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ભારત ફાઈબર સેવાનો ઉપયોગ કરી રહી છે તેમને એક જાણીતા વિડીયો સ્ટ્રીમીંગ વેબસાઈટનું ફ્રી સબ્સક્રીપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.

લેન્ડલાઈન સબ્સ્ક્રાઇબર્સને આપવામાં આવેલ ફ્રી બ્રોડબેન્ડ ઓફર સિવાય બીએસએનએલે દેશમાં વર્તમાન પોતાની લેન્ડલાઈન, મોબાઈલ અને બ્રોડબેન્ડ યુઝર્સ માટે ‘ફ્રી વોઈસ કોલિંગ’ ને લોન્ચ કરી છે. બીએસએનએલ પોતાના સબ્સ્ક્રાઇબર્સને બીએસએનએલ વિંગ્સ ના દ્વ્રારા પણ પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે. બીએસએનએલ વિંગ્સ એક ઈન્ટરનેટ ટેલીફોની સર્વિસ છે જેની શરૂઆત ગયા વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી. ફ્રી બ્રોડબેન્ડ સર્વિસ માટે બીએસએનએલ યુઝર્સને ટોલ ફ્રી નંબર ૧૮૦૦૩૪૫૧૫૦૪ પર પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ અથવા લેન્ડલાઇન નંબરથી કોલ કરવાનો છે.

Share: