ભારતીય સેનાને ૨૦ કરોડ રૂપિયા ડોનેટ કરશે બીસીસીઆઈ

March 17, 2019
 440
ભારતીય સેનાને ૨૦ કરોડ રૂપિયા ડોનેટ કરશે બીસીસીઆઈ

બીસીસીઆઈએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ પરિવારોની મદદ માટે સેના રાહત ભંડોળ અને રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળને ૨૦ કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૪૦ સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા હતા. બીસીસીઆઈના અધિકારી ભારતીય સૈન્ય દલ (સેના, વાયુ સેના અને નેવી) ના વરિષ્ઠ અધિકારીઓને ૨૩ માર્ચના ચેન્નાઈમાં આઈપીએલની શરૂઆતી મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહી છે.

તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી થશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, હા, સીઓએએ સેના રાહત ભંડોળને આપવા માટે ૨૦ કરોડ રૂપિયાની મંજુરી આપી દીધી છે. આઈપીએલના શરૂઆતી દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બંને હાજર રહેશે.

સીઓએએ આઈપીએલ માટે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નહીં કરવાની જગ્યાએ તેમની રકમને સેન્ય દળોની મદદ માટે લેવાનો નિર્ણય કર્યો હતો. તેમના અનુસાર, આઈપીએલનું ઉદ્ધાટન સમારોહનું બજેટ ગયા વર્ષે ૧૫ કરોડ રૂપિયાની નજીક રહ્યું હતું. નિર્ણય કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઈ તેને વધારી ૨૦ કરોર રૂપિયા કરી દેશે. આ રકમને સેના રાહત ભંડોળ અને રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળને આપવામાં આવશે.

Share: