૪જી હોટસ્પોટને વધુ શાનદાર બનાવવા માટે એરટેલે લોન્ચ કર્યો નવો પ્લાન

March 17, 2019
 642
૪જી હોટસ્પોટને વધુ શાનદાર બનાવવા માટે એરટેલે લોન્ચ કર્યો નવો પ્લાન

આજના સમયમાં ઈન્ટરનેટ વગર રહેવું ઘણું મુશ્કેલ છે. કેટલાક લોકો ઈન્ટરનેટ માત્ર મોબાઈલ પર યુઝ કરે છે તો કેટલાક લોકો મોબાઈલની સાથે-સાથે ઘરો પર બ્રોડબેન્ડ અને ફાઈબર કનેક્શન દ્વ્રારા હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. એવામાં ઘણા બધા ડીવાઈસેજમાં ઠીક-ઠાક ઈન્ટરનેટ સ્પીડ ઈન્ટરનેટની જરૂરતને પુરી કરવા માટે ૪જી હોટસ્પોટની જરૂરત પડે છે.

એરટેલે જિયોના મુક્બાલા માટે પોતાના ૪જી હોટસ્પોટની કિંમત ઘટાડી હતી હવે ૪જી હોટસ્પોટને વધુ સારા મહિનાના પ્લાન્સની સાથે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એરટેલ ૪જી હોટસ્પોટ સાથે ખાસ તરીકેના મન્થલી રેન્ટલ પ્લાન્સ ઉપલબ્ધ છે પ્રથમ પ્લાન ૩૯૯ રૂપિયાના છે, જેમાં એક મહિના માટે ૫૦ જીબી ડેટા મળે છે ત્યાર બાદ પણ ગ્રાહકોને અનલીમીટેડ ડેટા પેકેજમાં મળે છે. પરંતુ તેની સ્પીડ ૮૦kbps થઈ જાય છે. એરટેલની પાસે બીજો પ્લાન ૫૯૯ રૂપિયાનો છે, જેમાં એક મહીના માટે ૧૦૦ જીબી ડેટા યુઝર્સને આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ લીમીટ સમાપ્ત થયા બાદ સ્પીડ ૮૦kbps થઈ જશે.

તેના સિવાય એરટેલ તરફથી ૪જી હોટસ્પોટ યુઝર્સને ૬ મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન્સ પણ ઓફર કરે છે. એરટેલનો જે પ્રથમ ૩૯૯ રૂપિયા વાળો પ્લાન છે, જો તે ૬ મહિના માટે એડવાન્સમાં ખરીદવામાં આવે તો તેની કિંમત ૨૪૦૦ રૂપિયા હશે તેમ છતાં તેમાં ગ્રાહકોના ૯૯૯ રૂપિયા બચશે કેમકે તેમને ડીવાઈસ માટે પૈસા આપવા પડશે નહીં. આવી રીતે ૧૦૦ જીબી પ્રતિ મહિના વાળા પ્લાન જો ગ્રાહક લેશે તો તેમને ૬ મહિનાના એડવાન્સ રેન્ટલ પ્લાન માટે ૩૬૦૦ રૂપિયા આપવા પડશે.

Share: