ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે અને તેમાં બતાવવામાં આવી રહ્યું છે કે, આગામી એક મહીને સંભવત: ૨૦૧૯ ની શરૂઆતથી તમારા વ્હોટ્સએપ પર પણ જાહેરાત આવવા લાગશે. તમને જણાવી દઈએ કે, તેમ છતાં વ્હોટ્સએપ અત્યાર સુધી જાહેરાત ફ્રી છે અને આ તેની સૌથી મોટી ખાસિયત છે. જો આ એપમાં પણ જાહેરાત શરૂ થઈ જશે તો યુઝર્સને તેનાથી ઘણી મુશ્કેલીઓ થશે. બતાવવામાં આવી રહ્યું છે કે, વ્હોટ્સએપ સ્ટેટ્સ ફિચરમાં જાહેરાતની શરૂઆત એક સાથે એન્ડ્રોઇડ અને ios પર હશે, પરંતુ તમારી પાસે તેને બંધ કરવાનો ઓપ્શન રહેશે નહીં.
જયારે અત્યાર સુધી એ સ્પસ્ટ નથી કે, વ્હોટ્સએપમાં કેવી રીતની એડ હશે અને માત્ર સ્ટેટ્સમાં જાહેરાત મળશે અથવા પછી કંપની કોઈ બીજું મોડલ લઈને આવશે. તેની સાથે જ WAbetainfo એ ટ્વીટર પર એક પોલ કર્યો અને તેમાં પુછવામાં આવ્યું કે, આ સ્ટેટ્સ એડ ફિચરના બાદ પણ તમે વ્હોટ્સએપ યુઝ કરતા રહેશો? આ પોલમાં ૬૦ ટકા લોકોએ જણાવ્યું કે, તે વ્હોટ્સએપ યુઝ કરતા રહેશે, જયારે ૪૦ ટકા લોકોએ કહ્યું કે, તે વ્હોટ્સએપ યુઝ કરવાનું છોડી દેશે.
તમને જણાવી દઈએ કે, આ સમયે દુનિયાભરમાં મેસેજિંગ એપ વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની પોતાના યુઝર્સને સારી સુવિધા આપવા માટે નવા-નવા ફિચર્સને સામેલ કરતી રહે છે. એવામાં એ જોવાનું રહેશે કે, વ્હોટ્સએપમાં જાહેરાત સામેલ થયા બાદ કંપનીનિ યુઝર્સથી કેવી પ્રતિક્રિયા મળશે.