જિયો ટક્કર આપવાની તૈયારીઓમાં એરટેલ, દેશની સૌથી મોટી કંપની સાથે થશે મર્જર

March 18, 2019
 1089
જિયો ટક્કર આપવાની તૈયારીઓમાં એરટેલ, દેશની સૌથી મોટી કંપની સાથે થશે મર્જર

ટેલીકોમ ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવનારી રિલાયન્સ જિયો ડીશ ટીવી સેક્ટરમાં પણ પોતાની પકડ બનાવવા માટે તૈયાર છે. એવામાં એરટેલ રિલાયન્સ જિયોને ઝટકો આપવા માટે દેશની સૌથી મોટી ડીટીએચ કમ્પની ડીશ ટીવીથી મર્જરની તૈયારીઓમાં છે. જો એરટેલ અને ડીશ ટીવીનું મર્જર થઈ જશે તો એવામાં એરટેલ સૌથી મોટી ડીટીએચ કંપનીના રૂપમાં જોવામાં મળશે.

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઈ) ના આંકડા મુજબ ડીશ ટીવી (જેમાં વિડીયોકોન ડી૨એચ સબ્સક્રાઈબર પણ સામેલ છે) નો માર્કેટમાં ૩૭ ટકા હિસ્સો અને અને એરટેલ ડીઝીટલ ટીવીનો ૨૪ ટકા બજારનો હિસ્સો છે. જો આ બંનેનું મર્જર થઈ જશે તો ૬૧ ટકા હિસ્સા સાથે એરટેલ સૌથી મોટી ડીટીએચ કંપની બની જશે. ટાટા સ્કાઈની વાત કરીએ તો માર્કેટમાં ૨૭ ટકા હિસ્સો ધરાવે છે.

ભારતીય ડીટીએચ માર્કેટમાં તેમ છતાં ૪ પેડ અને એક ફ્રી કંપની છે. ડીટીએચ માર્કેટમાં મર્જરની પ્રકિયા વર્ષ ૨૦૧૭ માં શરુ થઈ હતી જ્યારે ડીશ ટીવી અને વિડીયોકોન ડીટીએચની વચ્ચે મર્જર થયું હતું. અન્ય પ્લેયર્સની વાત કરીએ તો આ માર્કેટમાં ટાટા સ્કાઈ, રિલાયન્સ બીગ ટીવી, એરટેલ ડીઝીટલ ટીવી, સન ડાયરેક્ટ અને ડીડી ફ્રી ડીસ સામેલ છે.

Share: