ગેમ રમવાના શોખીન માટે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ ટેબ

March 19, 2019
 713
ગેમ રમવાના શોખીન માટે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ ટેબ

ગેમ રમવાના શોખીન માટે ફેસબેકે એક ગેમિંગ ટેબ લોન્ચ કરી છે ફેસબુક યુઝર્સને હવે મેન નેવિગેશન પેઝ પર ગેમનો એક અલગ સેક્શન જોઈ શકશે. અહીંથી યુઝર્સ ડાયરેક્ટ ગેમિંગ પેજ પર જઈ શકશે, જ્યાં તમને ઘણી ગેમ્સના ઓપ્શન જોવા મળશે. તેની સાથે જ તેમની પાસે ગેમના પોપ્યુલર ગ્રુપ્સને ફોલો કરવાનો પણ ઓપ્શન જોવા મળશે નવી ટેબમાં યુઝર્સ પોતાના રસ મુજબ ગેમથી જોડાયેલ સારા નવે કોન્ટેન્ટ પણ સુધી શકશે.

રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ ટેબમાં યુઝર્સને ટોપ સ્ટ્રીમર્સ અને ગેમ પબ્લીશર્સના વિડીયો અને ઘણા બીજા ગ્રુપ્સના અપડેટ્સ પણ જોવા મળશે. કંપનીના અનુસાર, દુનિયાભરમાં લગભગ ૭૦૦૦ મીલીયન (૭૦ કરોડ) યુઝર્સ દરરોજ વિડીયો ગેમ રમે છે. આ બધા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર આ અલગ ગેમિંગ ટેબ લોન્ચ કર્યો છે.

ફેસબુકે આ ફિચરને રોલઆઉટ કરવા શરૂ કરી દીધું છે, જલ્દી જ આ બધા યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. કંપનીનું કહેવું છે કે, તે આ ફીચરને લાવવા માટે છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહી છે. ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, તે એક અલગ ગેમિંગ એપ પર પણ કામ કરી રહ્યું છે, જેને પહેલા એડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. તેમાં ઘણા શાનદાર ફીચર્સ હશે, જેના માટે તેમ છતાં ફીડબેક પણ લેવામાં આવી રહ્યું છે.

Share: