બીએસએનએલે ૭૭૭ અને ૧૨૭૭ વાળા બ્રોડબેન્ડ પ્લાનમાં કર્યો ફેરફાર

March 20, 2019
 431
બીએસએનએલે ૭૭૭ અને ૧૨૭૭ વાળા બ્રોડબેન્ડ પ્લાનમાં કર્યો ફેરફાર

બીએસએનએલ પોતાના યુઝર્સ માટે ઘણી બધી રીતના પ્લાન અને ઓફર લાવી રહી છે. તેની સાથે જ બીએસએનએલ તરફથી વર્તમાન પ્લાન્સમાં પણ ફેરફાર પણ કરી રહી છે. તાજેતરમાં બીએસએનએલે પોતાના ૭૭૭ રૂપિયા અને ૧૨૭૭ રૂપિયા બ્રોડબેન્ડ પ્લાનને રિવાઈઝ કર્યો છે. આ બંને પ્લાનમાં કરવામાં આવેલ ફેરફારથી યુઝર્સને પહેલાના મુકાબલા કરતા હવે વધુ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળશે.

Fibro Combo ULD 777 વાળા પ્લાનમાં પહેલા યુઝર્સને ડેલી લીમીટ સાથે ૧૮ જીબી ડેટા મળતો હતો. હવે આ પ્લાનમાં કેપિંગ દુર કરી દેવામાં આવી છે અને હવે તેમાં યુઝર્સને કોઈ પણ લીમીટ સિવાય ૫૦૦ જીબી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને ૫૦ એમબીપીએસની સ્પીડ ઓફર કરવામાં આવી રહી છે. ૫૦૦ જીબી સમાપ્ત થયા બાદ સ્પીડ ઘટીને ૨ એમબીપીએસ થઈ જશે. બીજી તરફ બીએસએનએલે ૧૨૭૭ રૂપિયા વાળા પ્લાનમાં પણ ફેરફાર કરી દીધો છે. પહેલા આ પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૨૫ જીબી ડેટા આપવામાં આવતો હતો. ફેરફાર બાદ તેમાં યુઝર્સને બિલિંગ સાઈકલ પર કુલ ૭૫૦ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. લીમીટ સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ૨ એમબીપીએસની થઈ જશે.

Share: