દુનિયાભરમાં ફ્રી ઈન્ટરનેટ આપવાની તૈયારીમાં છે આ ચીની કંપની

December 02, 2018
 952
દુનિયાભરમાં ફ્રી ઈન્ટરનેટ આપવાની તૈયારીમાં છે આ ચીની કંપની

ચીની કંપની LinksSure Network એ દુનિયાભરમાં ફ્રી વાઈ-ફાઈ સેવા આપવા માટે પોતાના નવા સેટેલાઈટને પ્રસ્તુત કરી દીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, તેમનો પ્રથમ સેટેલાઈટ આગામી વર્ષે ચીનના ગાંસુ પ્રાંતમાં આવેલ જિઉકુઆ સેટેલાઈટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૦ સુધી અંતરિક્ષમાં ૧૦ એવા અને સેટેલાઈટ્સ મોકલવાની યોજના છે. જ્યારે તેની સાથે જ કંપનીનો ટાર્ગેટ ૨૦૨૬ સુધી એવા ૨૭૨ સેટેલાઈટ લોન્ચ કરવાના છે.

૩૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ

કંપનીના સીઇઓ વોન્ગ જિંગ્યિંગે જણાવ્યું હતું કે, આ યોજનાને સફળ બનાવવા માટે કંપની ૩૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમ છતાં તેમનું માનવું છે કે, આ યોજના સફળ થયા બાદ આવનારા સમયમાં તેમાંથી ઘણી કમાણી પણ કરી શકાશે.

સ્માર્ટફોન્સથી સરળતાથી કનેક્ટ

પ્રાપ્ત માહિતી મુજબ અંતરીક્ષથી આવનાર વાઈ-ફાઈ  નેટવર્કને લોકો પોતાના સ્માર્ટફોન્સથી સરળતાથી કનેક્ટ કરી શકશે. એટલું જ નહી આ નેટવર્ક તે ક્ષેત્રોમાં પણ પહોંચશે જ્યાં ટેલિકોમ નેટવર્ક્સનું પહોંચવું મુશ્કેલ છે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે SpaceX ને અંતરિક્ષમાં ૭૦૦૦ સ્ટારલિંક સેટેલાઈટ મોકલવા માટેની મંજુરી આપી હતીઅને સ્પેસ એક્સ આવનાર કેટલાક વર્ષોમાં અંતરીક્ષથી ધરતી પર ઈન્ટરનેટ સેવા મોકલનારા ૧૬૦૦ સેટેલાઈટ્સને અવકાશમાં મોકલવાના છે. તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ મુજબ દુનિયામાં હજુ પણ ૩૦૦ કરોડથી વધુ લોકો ઈન્ટરનેટ સેવાની પહોંચથી દુર છે.

Share: