આ છે વોડાફોનના બેસ્ટ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન

March 21, 2019
 658
આ છે વોડાફોનના બેસ્ટ આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન

વોડાફોન પોતાના યુઝર્સને શાનદાર I-RoamFree પ્લાન્સ ઓફર પ્રસ્તુત કરી રહી છે. આ પ્લાનમાં વોડાફોન ૨૦ દેશોમાં અનલીમીટેડ કોલિંગ અને ડેટા બેનીફીટ આપી રહી છે તેના સિવાય આ પ્લાનમાં ૪૨ અન્ય દેશો માટે પણ ફ્લેક્સિબલ રોમિંગ પ્લાન આપી રહી છે.

વોડાફોનના આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાનની શરૂઆત ૬૯૫ રૂપિયાથી થઈ જાય છે. એક દિવસની વેલીડીટી વાળા આ પ્લાનમાં અમેરિકા, સિંગાપુર, મલેશિયા, ન્યુઝીલેન્ડ સહિત ૨૦ દેશોમાં યુઝ કરવા માટે ૧૨૦ કોલિંગ મિનીટ ઓફર કરવામાં આવી રહી છે. તેની સાથે જ તેમાં યુઝર્સને ૧ જીબી ડેટાની સાથે ફરી એસએમએસ પણ આપી રહી છે. બીજા ૪૨ દેશોની વાત કરીએ તો તેમાં યુઝર્સને ૩૦૦ એમબી ડેટા, ૧૦ ફ્રી એસએમએસ અને ૫૦ મિનીટની કોલિંગ આપી રહી છે. આ કોલિંગ મિનીટનો ઉપયોગ યુઝર્સ ભારત અને જે દેશમાં તે છે ત્યાંની લોકલ કોલ માટે કરી શકે છે.

૨૬૯૫ રૂપિયા વાળા આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને ૪ દિવસની વેલીડીટી આપી રહી છે. આ પ્લાનમાં ૨૦ દેશ માટે ૪ જીબી ડેટા અને ફરી એસએમએસના સાથે આઉટગોઇંગ કોલ્સ માટે ૧૨૦ મિનીટ આપવામાં આવી રહી છે. બીજા ૪૨ દેશોમાં આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને ૧.૨ જીબી ડેટા, ૪૦ ફરી એસએમએસ, ફ્રી ઇનકમિંગ કોલ્સ સાથે ૨૦૦ મિનીટની આઉટગોઇંગ કોલ્સ ઓફર કરવામાં આવી રહી છે.

૩૪૯૫ રૂપિયા વાળા આ આઈ-રોમફ્રી પ્લાનમાં ફ્રી એસએમએસ અને ઇનકમિંગ કોલ સાથે આઉટગોઇંગ કોલ્સ માટે ૧૨૦ મિનીટ ઓફર કરવામાં આવી રહી છે. ૭ દિવસની વેલીડીટી વાળા આ પ્લાનમાં સબ્સક્રાઈબર્સને ૭ જીબી ડેટા આપી રહી છે. અન્ય ૪૨ દેશો માટે આ પ્લાનમાં ૨૦૦ મિનીટની ફ્રી આઉટગોઇંગ કોલિંગ સાથે ૨૫ ફ્રી એસએમએસ અને ૨ જીબી ડેટા ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યો છે.

૪૬૯૫ રૂપિયા વાળા આઈ-રોમફ્રી પ્લાનમાં ૧૦ દિવસની વેલીડીટી સાથે આવે છે. તેમાં સબ્સક્રાઈબર્સને ૧૦ જીબી ડેટા, ફ્રી એસએમએસ, પ્રી ઇનકમિંગ કોલ સાથે ૧૨૦ મિનીટની ફરી આઉટગોઇંગ કોલિંગ આપી રહી છે. બીજા ૪૨ દેશોમાં જાણીતા સબ્સક્રાઈબર્સને આ પ્લાનમાં ૩ જીબી ડેટા, ૩૦૦ મિનીટની ફ્રી આઉટગોઇંગ કોલિંગ અને ૫૦ ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યા છે.

૬૯૯૫ રૂપિયા વાળા આ પ્લાનમાં સૌથી વધુ વેલીડીટી મળે છે. ૨૮ દિવસની વેલીડીટી સાથે આવનારા આ પ્લાનમાં ૧૨૦ મિનીટ ફરી આઉટગોઇંગ કોલિંગ સાથે ફ્રી ઇનકમિંગ કોલ, ફ્રી એસએમએસ અને ૧૫ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. બીજા ૪૨ દેશોમાં આ પ્લાનમાં યુઝર્સને ૫૦૦ મિનીટની ફ્રી આઉટગોઇંગ કોલિંગ, ૧૦૦ ફ્રી એસએમએસ અને ૫ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહી છે.

Share: