આઈપીએલની શરૂઆત સાથે બીએસએનએલ લાવ્યું યુઝર્સ માટે સ્પેશલ પ્રીપેડ પ્લાન્સ

March 23, 2019
 581
આઈપીએલની શરૂઆત સાથે બીએસએનએલ લાવ્યું યુઝર્સ માટે સ્પેશલ પ્રીપેડ પ્લાન્સ

આઈપીએલની શરૂઆતની સાથે બીએસએનએલ પોતાના યુઝર્સ માટે ખાસ ઓફર લઈને આવ્યા છે. આ પ્રીપેડ પ્લાન્સની કિંમત ૧૯૯ રૂપિયા અને ૪૯૯ રૂપિયા છે અને બંને પ્લાન્સમાં યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગ અને ડેલી ડેટા બેનીફિટ્સ સિવાય ફ્રી ક્રિકેટ એસએમએસ એલર્ટસ પણ મળશે.

શું છે આ પ્લાન્સમાં ખાસ

બંને પ્લાન્સમાં યુઝર્સને ૧ જીબી ડેલી ડેટા બેનીફીટ મળશે.

બીએસએનએલ આ ડેટાની મદદથી લાઈવ આઈપીએલ મેચ જોવાનો પ્રચાર કરી રહી છે અને મેચ લાવી જોવા સિવાય યુઝર્સ એસએમએસ એલર્ટસ દ્રારા પણ લાઈવ અપડેટ્સ પ્રાપ્ત કરી શકશે. આ બંને પ્લાન્સ દેશભરના તે ૨૦ સર્કલ્સમાં અવેલેબલ છે, જ્યાં બીએસએનએલ સેવાઓ આપી રહી છે. તે કન્ફર્મ કરવામાં આવ્યું નથી કે, આ પ્લાન્સના સાથે ૨.૨ જીબી એક્સ્ટ્રા ડેટા બેનીફીટ્સ મળશે અથવા નહીં.

૧૯૯ રૂપિયાના પ્રીપેડ પ્લાન

બીએસએનએલના ૧૯૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગ સુવિધા હોમ સર્કલ માટે આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં ક્રિકેટ પર્સનલ રિંગટોન અને ક્રિકેટ એસએમએસ એલર્ટની સુવિધા પણ મળી રહી છે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની છે, આ દરમિયાન યુઝર્સને દરરોજ ૧ જીબી ડેટા મળશે.

૪૯૯ રૂપિયાનું પ્રીપેડ

પ્લાન ૪૯૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને તે બધા બેનિફિટસ મળી રહ્યા છે, જે ૧૯૯ રૂપિયાના પ્લાનમાં મળે છે. આ પ્લાનની વેલીડીટી ૯૦ દિવસની છે. તેની સાથે આ પ્લાનમાં યુઝર્સને હોમ અને નેશનલ રોમિંગ બંને સર્કલમાં અનલીમીટેડ કોલિંગ મળી રહ્યા છે. આ પ્લાનમાં પણ ડેલી ૧ જીબી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે.

Share: