૨૦૨૦ સુધીમાં બંધ થઈ શકે છે ગુગલની આ મોટી સર્વિસ

December 03, 2018
 528
૨૦૨૦ સુધીમાં બંધ થઈ શકે છે ગુગલની આ મોટી સર્વિસ

ટેક જાયન્ટ ગૂગલ પોતાની હેંગઆઉટ સુવિધાને બંધ કરવાની છે. પ્રાપ્ત મહિતી મુજબ, યુઝર્સ ૨૦૨૦ બાદ ગુગલ હેંગઆઉટ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહી. બ્રાંડ તરીકે હેંગઆઉટ ગુગલ સુટ પર હેંગઆઉટ ચેટ અને હેંગઆઉટ મીટની સાથે લાઈવ રહેશે. હેંગઆઉટ ચેટ સ્લેક જેવી ટીમ કોમ્યુનિકેશન એપ છે. તમને જણાવી દઈએ કે, કંપનીને ૨૦૧૩ માં જીચેટની જગ્યા પર હેંગઆઉટને લોન્ચ કર્યું હતું.

બંધ કરવાનું કારણ

બતાવવામાં આવી રહ્યું છે કે, હેંગઆઉટના યુઝર્સ બગ અને પરફોર્મન્સથી જોડાયેલ સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા વિવેચકોનું કહેવું છે કે, હેંગઆઉટ એપ ઘણી જૂની અને કંપનીએ તાજેતરના વર્ષોમાં એપને અપડેટ કરવાનું બંધ કરી દીધું અને એસએમએસ સંદેશોને તેનાથી અલગ કરી દીધા, જેના કારણે તેમાં ફિચરની ઉણપ આવતી ગઈ છે.

હેંગઆઉટ

હેંગઆઉટ્સ ગુગલની એક એવી સેવા છે જેના દ્વ્રારા લોકો મેસેજ, વિડીયો ચેટીંગ, એસએમએસ અથવા વોઈસ કોલ કરી શકે છે. ખાસ વાત એ પણ છે કે, હેંગઆઉટ્સ બંધ થવાના સમચારથી કોઈને નિરાશ થવાની આવશ્યકતા નથી કેમકે તેના બંધ થવાની સાથે જ ગુગલ તેનાથી સારી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.

Share: