જલ્દી જ બંધ થઇ જશે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭, કંપનીએ ચાલુ કરી નોટીફીકેશન
By:
vishwagujarat@gmail.com
March 24, 2019
811
Previous
Next
1. બંધ થઇ જશે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ જલ્દી જ બંધ થઇ જશે. કંપનીએ આને લઈને નોટીફીકેશન પણ ચાલુ કરી દીધી છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ને ૨૦૦૯માં રીલીઝ કર્યું હતું અને થોડા સમય પછી જ આ યુઝર્સનો પસંદ વિન્ડોઝ વર્ઝન બની ગયું છે. ૧૦ વર્ષના લાંબા સમય પછી હવે કંપનીએ આને બંધ કરવાનો ફેંસલો કર્યો છે.
2. આ મહીને શરુ કર્યું રીમાઈન્ડર કરવાનું
માઇક્રોસોફ્ટએ યુઝર્સને વિન્ડોઝ ૭ના બંધ થવાની નોટીફીકેશન આપવાનો ફેંસલો આ જ મહિનાની શરૂઆતમાં લઇ લીધો હતો. શુક્રવારે માઈક્રોસોફ્ટે એક પોસ્ટમાં લખ્યું, '૧૦ વર્ષની સેવા પછી ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ એ તે છેલ્લા દિવસે થશે જયારે કંપની વિન્ડોઝ ૭ પર ચાલતા કોમ્પ્યુટરસ માટે સિક્યોરીટી અપડેટ ઉપલબ્ધ કરાવશે. આના સાથે જ આ અપડેટમાં વિન્ડોઝ ૭ના બંધ થવાની નોટીફીકેશન રીમાઈન્ડર પણ આપવામાં આવશે.
3. કેવી રીતે થશે વિન્ડોઝ અપડેટ
વિન્ડોઝનું અપડેટ વિન્ડોઝ અપડેટના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જો યુઝર્સની સીસ્ટમમાં ઓટોમેટીક અપડેટનું ઓપ્શન છે તો આ અપડેટ તેમની સીસ્ટમ પર ઓટોમેટીકલી ઇન્સ્ટોલડ થઇ જશે. યુઝર્સ જો વિન્ડોઝ દ્વારા મોકલવા માં આવતી નોટીફીકેશનને રીસીવ કરવા નથી માંગતા તો તેને 'ડુ નોટ રીમાઈન્ડ મી અગૈન' ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
4. બંધ થઇ જશે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭
રીપોર્ટના જણાવ્યા અનુસાર વિન્ડોઝ ૧૦ ૧૦૦ કરોડ ઇન્સ્ટોલેશનના આંકડાની ઘણી નજીક પહોચી ગયો છે અને આવામાં વિન્ડોઝ ૭ ને બંધ કરવાના કંપની વિન્ડોઝ ૧૦ને હજુ વધારે સારી રીતે પ્રમોટ કરી શકશે. વાસ્તવમાં વિન્ડોઝ ૧૦ દુનીયાભારમાં ૮૦ કરોડ ઉપર ઇન્સ્ટોલ થઈ ચુક્યું છે.