બીએસએનએલની વોલ્ટી સર્વિસ શરૂ, સીમ પર અપગ્રેડ કરવા પર મળશે ૨જીબી ડેટા ફ્રી

March 24, 2019
 993
બીએસએનએલની વોલ્ટી સર્વિસ શરૂ, સીમ પર અપગ્રેડ કરવા પર મળશે ૨જીબી ડેટા ફ્રી

બીએસએનએલ દેશભરમાં ૪જી સર્વિસ આપવા માટે તૈયારી કરી રહ્યા છે જેના માટે બીએસએનએલે પોતાના વર્તમાન સ્પેક્ટ્રમ પર ૪જી સર્વિસની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. ટેલીકોમ ટોકના સમાચાર અનુસાર બીએસએનએળે હવે વોલ્ટી સર્વિસને ઓફર કરવાનું શરૂ કરી દીધું છે. બીએસએનએલ વીઓએલટીઈ સર્વિસને હજુ માત્ર ગુજરાત સર્કલમાં ઓફર કરી રહ્યા છે. અહીંના જે ગ્રાહકો પાસે બીએસએનએલનું ૪જી સીમ છે તેમને આ સેવાની ઉપલબ્ધતાના વિશેમાં ટેક્સ્ટ મેસેજ પણ મળ્યા છે. બીએસએનએલની આ સેવા હજુ ગુજરાતના બે શહેરો ગાંધીધામ અને અંજારમાં શરૂ કરવામાં આવી છે.

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બીએસએનએલ ખુબ જ જલ્દી આ સંપૂર્ણ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવી દેશે. એટલું જ નહીં બીએસએનએલની આ સેવા દેશના બીજા ઘણા ભાગમાં પણ ઉપલબ્ધ થઈ ચુકી છે. પરંતુ તેનું પબ્લિક રોલઆઉટ સરકાર દ્વ્રારા ૪જી સ્પેક્ટ્રમ મળ્યા બાદ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, બીએસએનએલને ૪જી સ્પેકટ્રમ આ વર્ષના બીજા ત્રિમાસિક સમાપ્ત થયા પહેલા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૪જી સીમ અપગ્રેડ કરવા પર મળશે ૨જીબી ફ્રી

પોતાની ૪જી સેવાના પ્રચાર માટે બીએસએનએલ ૪જી સીમ પર અપગ્રેડ કરનારા ગ્રાહકોને ફ્રી ઈન્ટરનેટ ડેટા આપી રહી છે. બીએસએનએલે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે, તે પોતાના ચેન્નાઈ સર્કલમાં ૪જી સીમ પર અપગ્રેડ કરનાર સબ્સક્રાઈબર્સને બોનસ તરીકે ૨જીબી ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. આવી રીતે બીએસએનએલ ગુજરાતમાં પણ પોતાના સબ્સક્રાઈબર્સને આ ઓફર આપવાના છે.

Share: